Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Unavailable
મનોયોગ
Unavailable
મનોયોગ
Unavailable
મનોયોગ
Ebook74 pages28 minutes

મનોયોગ

Rating: 0 out of 5 stars

()

Currently unavailable

Currently unavailable

About this ebook

પ્રાચીન વૈદિક સાહિત્યમાં યોગનો ઉલ્લેખ હોવાછતાં, પતંજલિ યોગદર્શન વિશેષરૂપે યોગ અંગેનું સૌથી પ્રમાણિત શાસ્ત્ર ગણાય છે. આ ગ્રંથની રજૂઆત સરળ નાના-નાના સુત્રોરૂપે થઇ હોવાથી પતંજલિ યોગ સૂત્ર તરીકે પણ ઓળખાય છે. ચિત્તવ્રુતિઓનો નિરોધ એ યોગ છે. તેને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી. કહેવાય છે કે યોગ અનાદિ છે. મહર્ષિ પતંજલિ પહેલા પણ યોગનું અસ્તિત્વ હતું જ. એટલે એવા પરંપરાગત યોગ શાસ્ત્ર ના નીતિ-નિયમો ને પોતાની ભાષામાં સમજાવવા માટે પતંજલિએ યોગ સુત્રો લખ્યા. આસન, પ્રાણાયામ વગેરે હઠયોગનાં યોગભ્યાસો શરુ કરતા પહેલા અથવા યોગ નો કોઈ પણ પ્રકારનો અભ્યાસ શરુ કરતા પહેલા યોગનું મુખ્ય દર્શન શું છે એ જાણી લેવું જોઈએ. યોગનું અનુશાસન એટલે કે નીતિનિયમ અને યોગનો મુખ્ય ઉદેશ્ય શું છે એ સમજી લેવા અત્યંત જરૂરી છે. યોગ સુત્રોના અમુક ભાષ્યોમાં સમાધિ એટલે યોગ એવું કહેવામાં આવ્યું છે. એનો મતલબ એવો થયો કે એક વસ્તુ કે વિચાર પર જ્યારે ધ્યાન કેન્દ્રિત થઇ જાય અને ધ્યાન કરનાર વ્યક્તિ પોતાનું અસ્તિત્વ પણ ભૂલી જાય અને ધ્યેય માં જ વિલીન થઇ જાય એને યોગ કહેવાય. ઘણા લોકો સમાધિને યોગ નો આઠમો અંગ ગણાવે છે. જે કંઈ પણ હોય પરંતુ કસરત કરવી એ તો યોગ નથી જ. હા, આસન એ યોગ નો જ એક અંગ છે. તેના દ્વારા સ્થિરતા અને સુખ એટલે કે રોગો માંથી મુક્તિ મળે છે એટલે એ યોગ નું એક મહત્વનું અંગ ગણાય. પરંતુ યોગ એટલે ફક્ત આસન નહિ. યોગ એટલે એવી અવસ્થા જ્યારે ચિત્ત ની બધીજ પ્રકારની વૃત્તિઓ શાંત થઇ જાય. એટલે કે ચિત્ત એક ઉચ્ચ અવસ્થા ને પ્રાપ્ત કરે તો યોગ થઇ ગયો કહેવાય. આસન, પ્રાણાયામ વગેરે ની જેમ યમ-નિયમો નું પાલન કરનાર પણ યોગાભ્યાસ કરે છે એમ કહેવાય. ભારતીય શાસ્ત્રોમાં મન અને ચિત્ત શબ્દ એક બીજાના સમાનાર્થી શબ્દો તરીકે પણ વપરાયેલા છે, અને બન્ને જુદા-જુદા અર્થમાં પણ વપરાયેલા છે. આમ, યોગ નો સંબંધ શરીર કરતા મન સાથે વધારે નજીકનો છે. ગુજરાતીમાં ખુબજ ઓછી પુસ્તકો યોગદર્શન પર ઉપલબ્ધ છે. આશા છે નવા સાધકોને તથા વિદ્વાનોને પણ આ પુસ્તક માંથી એકાદ નવો સારો વિચાર તો જરૂર મળશે.

Languageગુજરાતી
Release dateJun 20, 2015
ISBN9781310269707
Unavailable
મનોયોગ
Author

Dr. Piyush Trivedi

https://www.piyushtrivedi.net.in

Related to મનોયોગ

Related ebooks

Reviews for મનોયોગ

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words