Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

ત્રિમંત્ર
ત્રિમંત્ર
ત્રિમંત્ર
Ebook108 pages40 minutes

ત્રિમંત્ર

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

લોકો ધર્મ માં ‘મારું’ અને ‘તારું’ માટે ઝઘડે છે. આવા ઝઘડાને દૂર રાખવા માટે આ ત્રિમંત્ર છે. જયારે ત્રિમંત્રનો મૂળ અર્થ સમજાશે ત્યારે, ખ્યાલ આવશે કે આ મંત્ર કોઈ એક ધર્મ અથવા ગચ્છ, અથવા સંપ્રદાય માટે અલાયદો નથી. ત્રિમંત્ર માંના નમસ્કાર જેમણે સર્વોચ્ચ જાગૃતિ મેળવી છે તેમને બધાને છે, જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ત્યાંથી શરુ કરીને જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જેમણે અંતિમ મુક્તિ, મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેમને પણ છે. આવા નમસ્કારથી જીવનના અંતરાય દૂર થાય છે, મુશ્કેલીઓમાં પણ શાંતિ લાગે છે અને મોક્ષના લક્ષ તરફ ડગલાં મંડાય છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ આપણને ત્રિમંત્ર આપ્યો છે. આ મંત્ર સંપૂર્ણપણે નિષ્પક્ષપાતી છે. તેઓ આપણને સંપૂર્ણ જાગૃતિ સાથે સવારે અને રાત્રે એ પાંચ પાંચ વખત બોલવા કહે છે. જો તમને બહુ સમસ્યા હોય તો એક કલાક બોલશો તો તમે જોશો કે તમારી સમસ્યાઓ ઘણી બધી ઓછી થઇ જશે. આ મંત્રમાં બધી મુશ્કેલીઓ ઓછી કરવાની શક્તિ છે. તે પહાડ જેવી મુશ્કેલીને ઢગલી જેવી કરી શકે છે! જેઓ આ મંત્ર પૂરી સમજણ સાથે બોલે છે તેમને તે કઈ રીતે ઉંચે ચડાવે છે તે પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે. તમે જાતે રટણ કરો અને અનુભવોકે કેમ મુશ્કેલીઓ કેવીરીતે ઓછી થાય છે.

Languageગુજરાતી
Release dateJul 23, 2016
ISBN9789385912535
ત્રિમંત્ર

Related to ત્રિમંત્ર

Related ebooks

Reviews for ત્રિમંત્ર

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    ત્રિમંત્ર - Dada Bhagwan

    ત્રિમંત્ર

    રહસ્ય ત્રિમંત્ર ભેળાં તણાં !

    પ્રશ્નકર્તા : ત્રણ જાતના મંત્રો, એક જૈનનો મંત્ર, એક વૈષ્ણવનો મંત્ર, એક શિવધર્મનો મંત્ર એ ભેગુ થવાનો શું હેતુ છે ? શું રહસ્ય છે ?

    દાદાશ્રી : ભગવાન નિષ્પક્ષપાતી હોય છે. ભગવાનને વૈષ્ણવ સાથે કે શિવ સાથે કે જૈન સાથે કંઈ લેવાદેવા નથી. વીતરાગોને ત્યાં પક્ષાપક્ષી ના હોય. પક્ષવાળા જે છે, એ ‘આ તમારો ને આ અમારો’ એવાં ભેદ પાડે. ‘અમારો’ જે બોલે છેને, તે બીજાને ‘તમારો’ કહે છે. તે અમારો-તમારો ત્યાં રાગ-દ્વેષ, એ વીતરાગનો માર્ગ ન્હોય. જ્યાં અમારો-તમારો ભેદ પડ્યો છે તે વીતરાગનો માર્ગ ન્હોય. વીતરાગનો માર્ગ ભેદાભેદથી રહિત હોય. તમને સમજાય છે ?

    ત્રિમંત્રથી પ્રાપ્ય પૂર્ણ ફળ !

    પ્રશ્નકર્તા : આ ત્રિમંત્રો છે એ બધા માટે છે ? અને બધા માટે છે તો શા માટે ?

    દાદાશ્રી : બધા માટે છે આ તો. જેને પાપ ધોવાં હોય ને, એને માટે સારું છે ને પાપ ધોવાં ના હોય તો તેને માટે નથી.

    પ્રશ્નકર્તા : આ ત્રિમંત્રમાં નવકારમંત્ર, વાસુદેવ અને શિવ, આ ત્રણેય મંત્રોને જોડે મૂકવાનું શું પ્રયોજન છે ?

    દાદાશ્રી : આખું ફળ ખાય અને ટુકડો ખાય એમાં ફેર નહીં ? એ ત્રિમંત્રો બધા આખા ફળરૂપે છે, આખું ફળ !

    મંત્ર જાપો છતાં નથી સુખ...

    ઋષભદેવ ભગવાને એક જ વાત કહી હતી કે ‘દેરાં છે તે વૈષ્ણવવાળા વૈષ્ણવનાં, શિવધર્મવાળા શિવનાં, જૈનધર્મવાળાં જૈનનાં બધાં પોતપોતાનાં દેરાં વહેંચી લેજો. અને આ છે તે મંત્રો વહેંચી ના નાખશો. મંત્રો વહેંચશો તો એનું સત્વ ઊડી જશે. તે આપણા લોકોએ તો મંત્રો વહેંચી નાખ્યા ને અગિયારસ હઉ વહેંચી નાખી, ‘આ શિવની, આ વૈષ્ણવની’. તેથી અગિયારસનું માહાત્મ્ય ઊડી ગયું અને આ મંત્રોનું માહાત્મ્ય ઊડી ગયું છે. આ ત્રણ મંત્રો ભેગાં નહીં હોવાથી નથી જૈનો સુખી થતાં, નથી આ બીજાં લોકો સુખી થતાં. એટલા માટે આ આમાં ભગવાનના કહ્યા પ્રમાણે

    Enjoying the preview?
    Page 1 of 1