Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)
બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)
બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)
Ebook866 pages6 hours

બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

દરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ માર્ગમાં વિષય સૌથી મોટું બાધક કારણ બની શકે છે. એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં સંપૂજ્ય દાદાશ્રીએ વિજાતીય વ્યકિત પ્રત્યે અનુભવાતા આકર્ષણની ઈફેક્ટ અને કોઝીઝનું વર્ણન કર્યુ છે. તેમણે એ વર્ણન કર્યુ છે કે કેવીરીતે અબ્રહ્મચર્યનાં(વિષય-વિકારનાં) પરિણામો જોખમી છે - તે મન અને શરીરને કેવીરીતે અવળી અસર કરે છે અને કર્મ બંધન કરાવે છે. પ્રસ્તુત પુસ્તકનો ખંડ ૧ મૂળભૂત રીતે આકર્ષણ-વિકર્ષણનાં સિદ્ધાંતનું વર્ણન અને તે કેવીરીતે આત્માનુભવને અટકાવે છે અને બ્રહ્મચર્યનાં મહાત્મ્યની સમજણને સમર્પિત થયેલ છે. પ્રસ્તુત પુસ્તકના ખંડ ૨માં બ્રહ્મચર્ય પાળવાનાં નિશ્ચયી માટેનો સત્સંગ સંકલિત થયેલો છે. બ્રહ્મચર્યનાં પરિણામો જ્ઞાની શ્રીમુખે જાણવાથી તેના પ્રતિ આફરીન થયેલો સાધક તે પ્રતિ ડગ માંડવાની સહેજ હિંમત દાખવવા માંડે છે; ને જ્ઞાની પુરુષનો યોગ સાધી, સત્સંગ સાન્નિધ્ય પ્રાપ્ત થતાં, મન-વચન-કાયાથી અખંડ બ્રહ્મચર્યમાં રહેવાનો દ્રઢ નિશ્ચયી બને છે. બ્રહ્મચર્યના પથ પર પ્રયાણ કરવાને કાજે અને વિષયના વટવૃક્ષને જડમૂળથી ઉખાડીને નિર્મૂળ કરવાને કાજે એના માર્ગમાં વચ્ચે પથરાતા પથરાઓથી માંડીને પહાડસમ આવતાં વિઘ્નો સામે, નિશ્ચય ડગુમગુ થતાંથી માંડીને બ્રહ્મચર્યવ્રતમાંથી ચ્યુત થવા છતાં તેને જાગૃતિની સર્વોત્કૃષ્ટ શ્રેણીઓ સર કરાવી નિગ્રઁથતાને પમાડે ત્યાં સુધીની વિજ્ઞાન-દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ખોલાવે છે, ખિલાવે છે !!! તો આ પુસ્તકનું વાંચન કરીએ અને શુદ્ધ બ્રહ્મચર્ય કેવીરીતે ઉપકારી છે (મદદરૂપ છે) તેની સમજણ પ્રાપ્ત કરીએ !

Languageગુજરાતી
Release dateDec 12, 2016
ISBN9789385912641
બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

Read more from દાદા ભગવાન

Related to બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

Related ebooks

Reviews for બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) - દાદા ભગવાન

    www.dadabhagwan.org

    દાદા ભગવાન પ્રરૂપિત

    સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

    સંકલન : ડૉ. નીરુબેન અમીન

    ©All Rights reserved - Deepakbhai Desai

    Publisher: Dada Bhagwan Aradhana Trust

    સમર્પણ

    સમર્પણ

    વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા;

    અરેરે ! અવદશા તો ય તેમાં જ વિચરતા!

    સંસારનાં પરિ ભ્રમણને સહર્ષ સ્વીકારતા;

    ને પરિણામે દુઃખ અનંત ભોગવતા!

    દાવાઓ કરારી, મિશ્રચેતન-સંગે ચૂકવતા;

    અનંત આત્મસુખને, વિષયભોગે વિમુખતા!

    વિષય અજ્ઞાન ટળે, જ્ઞાની ‘જ્ઞાન’ પથરાતા;

    ‘દ્રષ્ટિ’ નિર્મળતા તણી કૂંચીઓ અર્પતાં!

    ‘મોક્ષગામી’ કાજે - બ્રહ્મચારી કે પરિણતા;

    શીલની સમજ થકી મોક્ષપથને પમાડતા!

    અહો ! નિર્ગ્રંથજ્ઞાનીની વાણીતણી અદ્ભુતતા;

    અનુભવીનાં વચનો નિર્ગ્રંથપદને પમાડતાં!

    મોક્ષપંથે વિચરતા, ‘શીલપદ’ને ભાવતા;

    વીતરાગ ચારિત્ર્યના બીજાંકુર ખીલવતા!

    અહો ! બ્રહ્મચર્યની સાધના કાજે નીસરતા;

    આંતર્ બાહ્ય મૂંઝવણે સત્ ઉકેલ દર્શાવતા!

    જ્ઞાનવેણોની સંકલના, ‘સમજ બ્રહ્મચર્ય’ની કરાવતા;

    આત્મકલ્યાણાર્થે ‘આ’, મહાગ્રંથ જગચરણે સમર્પિતા!

    - ત્રિમંત્ર -

    નમો અરિહંતાણં

    નમો સિદ્ધાણં

    નમો આયરિયાણં

    નમો ઉવઝ્ઝાયાણં

    નમો લોએ સવ્વસાહૂણં

    એસો પંચ નમુક્કારો;

    સવ્વ પાવપ્પણાસણો

    મંગલાણં ચ સવ્વેસિં;

    પઢમં હવઈ મંગલં (૧)

    ૐ નમો ભગવતે વાસુદેવાય (૨)

    ૐ નમઃ શિવાય (૩)

    જય સચ્ચિદાનંદ

    ‘દાદા ભગવાન’ કોણ ?

    જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !

    એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !!

    તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’

    આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક

    પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.

    સંપાદકીય

    જીવનમાં જોખમો તો જાણી જોયાં પણ અનંતા જીવનનાં જોખમોની જડ, જે છે તે જેણે જાણી હોય તો જ તે તેમાંથી છુટકારો પામી શકે ! અને તે જડ છે વિષયની !

    આ વિષયમાં તો કેવી ભયંકર પરવશતા સર્જાય છે ?! એમાં આખી જિંદગી કોઈના ગુલામ બની રહેવાનું ! કેમ પોષાય ? વાણી, વર્તન એટલું જ નહીં, પણ એનાં મનને પણ દિન રાત સાચવ્યા કરવાનું ! તેમ છતાં પલ્લે શું આવવાનું ?! સંસારની નરી પરવશતા, પરવશતા ને પરવશતા ! પોતે આખા બ્રહ્માંડનો માલિક બની સંપૂર્ણ સ્વતંત્રપદમાં આવી શકે તેવી ક્ષમતા ધરાવનારો વિષયમાં ડૂબી પરવશ બની જાય છે. આ તે કેવી કરુણાજનક સ્થિતિ !

    વિષયની બળતરામાં કારણ વિષય પ્રત્યેની ઘોર આસક્તિ છે ને સર્વ આસક્તિનો આધાર વિષયના વાસ્તવિક સ્વરૂપની ‘અજ્ઞાનતા’ છે. ‘જ્ઞાની પુરુષ’ વિના એ અજ્ઞાનતા કઈ રીતે દૂર થાય ?!

    જ્યાં સુધી વિષયની મૂર્છામાં વર્તે છે, ત્યાં સુધી જીવના અધોગમન કે ઊર્ધ્વગમનની કોઈ પારાશીશી જો ગણવી હોય, તો તે તેની વિષય પ્રત્યેની અનુક્રમે રુચિ અગર તો અરુચિ છે ! પરંતુ જેને સંસારનાં સર્વ બંધનોથી મુક્ત થવું છે, તે જો એક વિષયબંધનથી મુક્ત થયો તો સર્વ બંધનો સહેજે છૂટે છે ! સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલન થકી જ વિષયાસક્તિની જડ નિર્મૂલ થઈ જાય તેમ છે.

    યથાર્થ બ્રહ્મચર્ય પાળવામાં, એની શુદ્ધતાને સર્વપણે સાર્થક કરવામાં ‘જ્ઞાની પુરુષ’ના આશ્રયે રહીને એક ભવ જાય તો તે અનંત ભવોની ભટકામણનો અંત લાવે એવું છે !!! આમાં અનિવાર્ય કારણ જો કોઈ હોય તો તે પોતાનો બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ નિશ્ચય છે. એને માટે બ્રહ્મચર્યના નિશ્ચયને છેદતાં એકે એક વિચારને પકડી, તેને મૂળથી ઉખેડી નાખ્યા કરવાના છે. નિશ્ચયને છેદતા વિચારો, જેવા કે ‘વિષય વિના રહેવાશે કે કેમ ? મારા સુખનું શું ? પત્ની વિના રહેવાશે કે કેમ ? મારે આધાર કોનો ? પત્ની વિના એકલા કેમ નિભાવાશે ? જીવનમાં કોની હૂંફ મળી રહેશે ? ઘરનાં નહીં માને તો ?!’ .......ઈ. ઈ. નિશ્ચયને છેદતાં અનેક વિચારો સ્વાભાવિકપણે આવવાના. ત્યાં તેને તુરત ઉખેડી નિશ્ચય પાછો વધારેને વધારે મજબૂત કરી લેવાનો રહે છે. વિચારોને ઉડાડતું યથાર્થ ‘દર્શન’ મહીં પોતાની જાતને દેખાડવું પડે, કે ‘વિષય વિના કેટલાય જીવી ગયા, એટલું જ નહીં પણ સિદ્ધેય થયા. પોતે આત્મા તરીકે અનંત સુખધામ છે, વિષયની પોતાને જરૂર જ નથી ! પત્ની મરી જાય તે શું એકલા નથી જીવતા ? હૂંફ કોની ખોળવાની ? પોતાનું નિરાલંબ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે ને બીજી બાજુ હૂંફ ખોળવી છે ? એ બે કેમ બને ?’ અને જ્યાં પોતાનો નિશ્ચય મેરુ પર્વતની જેમ અડોલ રહે છે, ત્યાં કુદરત પણ તેને યારી આપે છે ને વિષયમાં લપસવાના સંજોગો જ ભેગા નથી થવા દેતી. એટલે પોતાના નિશ્ચય ઉપર જ બધો આધાર છે.

    બ્રહ્મચર્ય પાળવું છે એવો અભિપ્રાય દ્રઢ થાય એનાથી કંઈ પતતું નથી. બ્રહ્મચર્ય માટેની જાગૃતિ ઉત્પન્ન થવી અતિ અતિ મહત્ત્વની વસ્તુ છે. બ્રહ્મચર્ય માટેની જાગૃતિ ક્ષણે ક્ષણે વર્તાતી રહે ત્યારે બ્રહ્મચર્ય વર્તનામાં રહે. એટલે જ્યારે રાત-દિવસ બ્રહ્મચર્ય સંબંધીની જ વિચારણાઓ ચાલતી રહે, નિશ્ચય દ્રઢ થતો રહે, સંસારનું વૈરાગ્ય નિપજાવનારું સ્વરૂપ દિનરાત દેખાતું રહે, બ્રહ્મચર્યનાં પરિણામો સતત દેખાતાં રહે, કોઈપણ સંજોગોમાં બ્રહ્મચર્ય ના ભૂલે, એવી ઉત્કૃષ્ટ દશામાં આવે ત્યારે અબ્રહ્મચર્યની ગાંઠો તૂટવા માંડે. બ્રહ્મચર્યની જાગૃતિ એટલી બધી વર્તતી હોય કે વિષયનો એક પણ વિચાર, વિષય તરફ એક ક્ષણ પણ ચિત્તનું ખેંચાણ તેની જાગૃતિની બહાર જતું નથી, ને તેમ થતાં તત્ક્ષણે પ્રતિક્રમણ થઈ તેનું કોઈ સ્પંદન રહે નહીં, એટલું જ નહીં પણ સામાયિકમાં તે દોષનું ઊંડેથી વિશ્લેષણ થઈ જડમૂળથી ઉખેડવાની પ્રક્રિયાઓ ચાલતી રહે, ત્યારે વિષયબીજ નિર્મૂલનના યથાર્થ માર્ગે પ્રયાણ થાય.

    બ્રહ્મચર્યનો નિશ્ચય દ્રઢ થઈ જાય, ને ધ્યેય જ બની જાય, પછી તે ધ્યેયને નિરંતર ‘સિન્સીયર’ રહ્યે, ધ્યેયે પહોંચવાના સંયોગો સહેજા સહેજ સામે આવતા જાય છે. ધ્યેય પકડાયા પછી ‘જ્ઞાની પુરુષ’ના વચનો પોતાને આગળ લઈ જાય છે, અગર તો ગબડવાની પરિસ્થિતિમાં એ વચનો ધ્યેયને ધરી રાખવામાં સહાયરૂપ બની જાય છે. એમ કરતાં કરતાં અંતે પોતે જ ધ્યેય સ્વરૂપ બને છે. ત્યારે પછી ગમે તેવા ડગાવે તેવાય, અંદરના કે બહારના જબરદસ્ત વિચિત્ર સંયોગો આવે, છતાં જેનો નિશ્ચય ડગતો નથી, જે નિશ્ચયને જ ‘સિન્સીયર’ વર્તે છે તેને વાંધો નથી આવતો.

    શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા ‘જ્ઞાની પુરુષ’નું સાન્નિધ્ય, તથા બ્રહ્મચારીઓનો સંગ અતિ અતિ આવશ્યક છે. એ વિના ગમે તેટલી સ્ટ્રોંગ ભાવના હશે તોય સિદ્ધિ સુધી પહોંચવામાં અનેકાનેક અંતરાયો આવી પડે તેમ છે ! ‘જ્ઞાની પુરુષ’ના સતત માર્ગદર્શન હેઠળ સાધક, માર્ગમાં આવતી પ્રત્યેક મૂંઝવણો પાર કરી જઈ શકે છે ! વળી ગૃહસ્થીઓના સંગ અસરથી અળગો રહી, બ્રહ્મચારીઓના જ વાતાવરણમાં પોતાના ધ્યેયને ઠેઠ સુધી વળગી રહી ધ્યેયને પ્રાપ્ત કરી લે છે. ‘જ્ઞાની પુરુષ’ના ઉપદેશને ગ્રહણ કરી બ્રહ્મચર્યના દ્રઢ નિશ્ચયમાં આવી ગયેલો સાધક, બ્રહ્મચારીઓના સંગબળથી પણ તરી જઈ શકે તેમ છે !

    બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમ જ તેના માટેનો નિશ્ચય દ્રઢ થવો, તે માટેનું સતત માર્ગદર્શન મળી રહે, એ તો અત્યંત આવશ્યક છે, પણ બ્રહ્મચર્યની સર્વ રીતે ‘સેફ સાઈડ’ રહે તે માટેની પોતાની મહીંલી જાગૃતિ પણ એટલી જ જરૂરી છે, ‘અનસેફ’ જગ્યાએથી ‘સેફલી’ છૂટી જવાની જાગૃતિ ને તેના ‘પ્રેક્ટિકલ’માં સમયસૂચકતાની વાડ સાધક પાસે હોવી જરૂરી છે. નહીં તો દુર્લભ એવા બ્રહ્મચર્યના ઊગેલા છોડવાને બકરાં ચાવી જાય !! એક બાજુ મોતને સ્વીકારવાનું બને તો તે સહર્ષ સ્વીકારી લે, પણ પોતાની બ્રહ્મચર્યની ‘સેફ સાઈડ’ના ચૂકે, સ્થૂળ સંજોગોના ‘ક્રિટિકલ’ દબાણ વચ્ચે પણ એ વિષયના ખાડામાં ના જ પડે, બ્રહ્મચર્ય ભંગ ન જ થવા દે. એટલી હદની ‘સ્ટ્રોંગનેસ’ જરૂરી છે, અને તેના માટે જાગૃતિ લાવવી કેવી રીતે ? પોતાની બ્રહ્મચર્ય પાળવા માટેની ચોખ્ખી દાનત, તેની સંપૂર્ણ ‘સિન્સીયારિટી’થી જ એ આવે તેમ છે !

    બ્રહ્મચર્યની ‘સેફ સાઈડ’ માટે આંતરિક તેમજ બાહ્ય ‘એવિડન્સ’ને સિફતથી ઉડાવવાની ક્ષમતા પ્રગટવી જરૂરી છે. આંતરિક વિકારી ભાવોને સમજણે કરીને, જ્ઞાને કરીને પુરુષાર્થથી ઓગાળે, જેમાં વિષય એ સંસારનું મૂળ છે, પ્રત્યક્ષ નર્ક સમાન છે, લપસાવનારું છે, જગત કલ્યાણના ધ્યેયને અંતરાય લાવનારું છે તેમજ ‘થ્રી વિઝન’ની જાગૃતિ અને અંતે ‘વિજ્ઞાન-જાગૃતિ’એ કરીને આંતરિક વિષયને ઉડાડે. ‘વિજ્ઞાન જાગૃતિ’માં પોતે કોણ છે ? પોતાનું સ્વરૂપ કેવું છે ? વિષયો શું છે ? તે કોનાં પરિણામ છે ? ઈ. ઈ. પૃથક્કરણના પરિણામે આંતરિક સૂક્ષ્મ વિકારી ભાવો પણ ક્ષય થાય. જ્યારે બાહ્ય સંજોગોમાં દ્રષ્ટિદોષ, સ્પર્શદોષ ને સંગદોષથી વિમુખ રહેવાની વ્યવહાર જાગૃતિ ઉત્પન્ન થવી પણ જરુરી છે. નહીં તો સહેજ જ અજાગૃતિ વિષયના ક્યા ને કેટલા ઊંડા ખાડામાં નાખી દે, તે કોઈથી કહેવાય નહીં !

    વિષયનું રક્ષણ, વિષયના બીજને વારંવાર સજીવન કરે છે. ‘વિષયમાં શું વાંધો છે,’ કહ્યું કે વિષયનું થયું રક્ષણ !!! ‘વિષય તો સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ છે, મોક્ષે જતાં વિષય કંઈ નડતો નથી, ભગવાન મહાવીરેય પૈણ્યા હતા, પછી આપણને શું વાંધો છે ?’ આમ બુદ્ધિ વકીલાત કરીને વિષયનું જબરજસ્ત ‘પ્રોટેક્શન’ કરાવે. એક ફેરો વિષયનું ‘પ્રોટેક્શન’ થયું કે તેને જીવતદાન મળી ગયું ! પછી એમાંથી પાછું જાગૃતિની ટોચે જાય ત્યારે પાછો વિષયમાંથી છૂટવાના પુરુષાર્થમાં આવી શકે ! નહીં તો એ વિષયરૂપી અંધકારમાં ખેદાનમેદાન થઈ જાય, તેવો ભયંકર છે !

    વિષયી સુખોની મુર્ચ્છના ક્યારેય મોક્ષે જવા ના દે તેવી છે, પરંતુ વિષયી સુખો પરિણામે દુઃખ દેનારાં જ નીવડે છે. પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ થકી વિષયી સુખોની (!) યથાર્થતા ખુલ્લી થાય છે, તે ઘડીએ જાગૃતિમાં આવી જઈને એને સાચા સુખની સમજ ઉત્પન્ન થાય તથા વિષયી સુખમાં અસુખની ઓળખાણ પડે. પરંતુ પછી ઠેઠ સુધી ‘જ્ઞાની પુરુષ’ની દ્રષ્ટિએ વર્તી વિષય બીજ નિર્મૂળ કરવાનું છે. એ પંથે સર્વ પ્રકારે ‘સેફ સાઈડ’ સાચવીને તરી પાર નીકળી ગયેલા એવા ‘જ્ઞાની પુરુષે’ દર્શાવેલા રાહે જ પ્રવર્તી સાધકે, એ સાધ્ય સિદ્ધ કરવાનું રહે છે.

    જેને આત્માનું સ્પષ્ટવેદન આ દેહે જ અનુભવવું હોય, તેને વિશુદ્ધ બ્રહ્મચર્ય વિના આની પ્રાપ્તિ શક્ય જ નથી. જ્યાં સુધી વિષયમાં સુખ છે એવી સૂક્ષ્માતિસૂક્ષ્મ ‘રોંગ બિલીફ’ છે ત્યાં સુધી વિષયના પરમાણુ સંપૂર્ણપણે નિર્જરી જતા નથી. એ ‘રોંગ બિલીફ’ સંપૂર્ણ-સર્વાંગપણે ઊડે ત્યાં સુધી જાગૃતિ અતિ અતિ સૂક્ષ્મપણે રાખવી ઘટે. સહેજ પણ ઝોકું આવી જાય તે પૂરેપૂરી નિર્જરા થવામાં આંતરો નાખે છે.

    વિષય હોવો જ ના જોઈએ. આપણને વિષય કેમ રહે ? અગર તો ઝેર પીને મરીશ પણ વિષયના ખાડામાં નહીં જ પડું. એવા અહંકારે કરીનેય વિષયથી વિખૂટા પડવા જેવું છે. એટલે ગમે તે રસ્તે છેવટે અહંકાર કરીનેય આ વિષયથી છૂટવા જેવું છે. અહંકારથી બ્રહ્મચર્ય પકડાય છે, જેના આધારે ઘણો ખરો સ્થૂળ વિષયભાગ જીતી જવાય છે ને પછી સૂક્ષ્મતાએ ‘સમજ’ સમજી કરીને અને આત્મજ્ઞાનના આધારે વિષયથી સંપૂર્ણપણે સર્વાંગપણે મુક્તિ મેળવી લેવાની છે.

    નિર્વિકારી દ્રષ્ટિ વેદી નથી ત્યાં સુધી ક્યાંય દ્રષ્ટિ મિલાવવી એ ભયંકર જોખમ છે. તેમ છતાં જ્યાં જ્યાં દ્રષ્ટિ બગડે, મન બગડે, ત્યાં ત્યાં તે વ્યક્તિના શુદ્ધાત્માનાં દર્શન કરી, પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ને સાક્ષીમાં રાખીને મનથી, વાણીથી કે વર્તનથી થયેલા વિષય સંબંધી દોષનો ખૂબ ખૂબ પસ્તાવો કરવો, ક્ષમા પ્રાર્થવી ને ફરી ક્યારેય એવો દોષ ના થાય એવો દ્રઢ નિશ્ચય કરવો. આમ યથાર્થપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય તો વિષયદોષથી મુક્તિ થાય.

    જ્યાં વધારે બગાડ થતો હોય ત્યાં તે વ્યક્તિના જ શુદ્ધાત્મા પાસે મનમાં બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરવી પડે ને જ્યાં ખૂબ જ ચીકણું હોય ત્યાં કલાકોના કલાકો પ્રતિક્રમણ કરી ધો ધો કરવું પડે તો એવા વિષયદોષથી છૂટાય.

    સામાયિકમાં આજ દિન સુધી પૂર્વે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે થયેલા પ્રત્યેક વિષય સંબંધી દોષોને આત્મભાવમાં રહીને જાગૃતિપૂર્વક જોઈ તેનું યથાર્થ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ત્યારે એ દોષોથી મુક્તિ થાય. આખા દિવસ દરમિયાન થયેલાં અલ્પ પણ વિચારદોષ કે દ્રષ્ટિદોષનું પ્રતિક્રમણ કરી તથા તે દોષનું, વિષયના સ્વરૂપનું, તેનાં પરિણામનું, તેની સામેની જાગૃતિનું, ઉપાયોનું પૃથક્કરણ સામાયિકમાં થાય. ખરેખર તો વિષયદોષનાં પ્રતિક્રમણ ‘શૂટ ઓન સાઈટ’ કરવાં જ જોઈએ. છતાં અજાગૃતિમાં રહી ગયેલું અગર તો ઉતાવળમાં અધૂરું થયેલું, અગર તો ઊંડાણપૂર્વકનું ‘એનાલિસીસ’ સામાયિકમાં સ્થિરતાથી સંપૂર્ણપણે થાય ત્યારે એ દોષો ધોવાય.

    વિષયની ગાંઠો જ્યારે ફૂટ્યા કરતી હોય, ચિત્ત વિષયમાં ખોવાયેલું ને ખોવાયેલું જ રહે, બાહ્ય સંયોગો પણ વિકારને ઉત્તેજિત કરનારા મળે, એવા સમયે ક્યારેક શ્રુતજ્ઞાન પણ કામ લાગે નહીં, ત્યારે ત્યાં તો ‘જ્ઞાની પુરુષ’ પાસે પ્રત્યક્ષમાં જ મૂંઝવણોની આલોચના કરે, પ્રતિક્રમણ કરે, પ્રત્યાખ્યાન કરે તો જ ઉકેલ આવે !

    વિષય રોગ આખોય કપટના આધારે ટકેલો છે, અને કપટને કોઈની પાસે ખુલ્લું કરી દેવામાં આવે તો વિષય નિરાધાર બની જાય ! નિરાધાર વિષય પછી કેટલું ખેંચી શકે ? વિષયને નિર્મૂળ કરવા માટે ‘આ’ મોટામાં મોટી, પાયાની ને અતિ મહત્ત્વની વાત છે. વિષય સંબંધી ગમે તેટલો ભયંકર દોષ થયો હોય પણ તેની ‘જ્ઞાની પુરુષ’ પાસે આલોચના થાય તો દોષથી છૂટી જવાય ! કારણ કે આમાં પાછલા ગુનાઓ જોવાતા નથી, તેનો નિશ્ચય જોવાય છે ! વિષયમાંથી છૂટવાની જે તમન્ના જાગૃત થાય છે તે ઠેઠ સુધી ટકે, તો તે તમન્ના જ વિષયમાંથી મુક્ત કરાવડાવે છે.

    બ્રહ્મચર્ય અખંડ પાળવાનો ધ્યેય, તેમાં બ્રહ્મચર્યની આવશ્યકતા, બ્રહ્મચર્યની સિદ્ધિના પરિણામે પ્રાપ્ત થતી આત્મસિદ્ધિની પરાકાષ્ઠા, આત્માનો સ્પષ્ટ અનુભવ, આત્મસુખનું સ્પષ્ટ વેદન, ઈ. ઈ. નિરંતરની ચિંતવના વિષયની ભ્રાંત માન્યતાઓથી મુક્ત કરાવી સાચું દર્શન ફીટ કરાવે છે. આવાં ચિંતવનોપૂર્વકની સામાયિક વારંવાર કરવી ઘટે, તો દરેક વખતે નવું ને નવું જ દર્શન થયા કરે ને પરિણામે ધ્યેય સ્વરૂપ થવાય તેમ છે.

    પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે કે જે સૂક્ષ્મતમ છે ને વિષય માત્ર સ્થૂળ છે. સ્થૂળને સૂક્ષ્મ કઈ રીતે ભોગવે ? આ તો અહંકારથી વિષય ભોગવે છે ને આરોપણ આત્મા પર જાય છે ! કેવી ભ્રાંતિ !!! ‘આત્મા સૂક્ષ્મતમ છે ને વિષયો સ્થૂળ છે. સૂક્ષ્મતમ આત્મા સ્થૂળને કઈ રીતે ભોગવી શકે ? ‘જ્ઞાની પુરુષ’ના આ વૈજ્ઞાનિક વાક્યને, પોતાના સૂક્ષ્મતમ સ્વરૂપમાં જ નિરંતર અનુભવપૂર્વક રહેવાની દશાએ પહોંચ્યા સિવાય વાપરવા માંડે, તો સોનાની કટાર પેટમાં ઘોંચવા જેવી દશા થાય ! આ વાક્યનો ઉપયોગ જાગૃતિની પરમ સીમાએ પહોંચેલા માટે છે, અને એવી જાગૃતિએ પહોંચેલાને સ્થૂળ સૂક્ષ્મ વિષયો તો સહેજેય ખરી પડેલા હોય ! વિષયોની બહાર નીકળ્યા વગર આ વાક્ય પોતે ‘એડજસ્ટ’ કરી લે તેનાં જોખમ તો ‘પોતે વિષયથી પકડાયેલો છે, તેનાથી છૂટવા મથે છે’ એમ સ્વીકારી લેનારા કરતાં ઘણું ઘણું વધારે છે.

    ‘અક્રમ વિજ્ઞાન’ થકી જે જાગૃતિ ઉત્પન્ન થાય છે, તેના થકી વિષયો સંપૂર્ણ જીતી શકાય તેમ છે. વિષયનો વિચાર પણ ના આવે, વિષયમાં સહેજ પણ ચિત્ત ના જાય, ત્યાં સુધીની શુદ્ધિ આ વિજ્ઞાનથી થાય તેમ છે. એમાં ‘જ્ઞાની પુરુષ’ની કૃપા તો ખરી અને એ પણ વિશેષ વિશેષ કૃપા જ ખૂબ ખૂબ મોટો ભાગ ભજવે છે. સાધકને તો વિષયથી છૂટવું જ છે એવો દ્રઢ નિશ્ચય જ આમાં જોઈએ છે. બાકી ‘જ્ઞાની પુરુષ’નું વચનબળ તથા ‘જ્ઞાની પુરુષ’ની વિશેષ કૃપા થકી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય આવા કાળમાં પણ પાળી શકાય છે !

    હવે છેલ્લે, ‘જ્ઞાની પુરુષ’ની આ શીલ સંબંધી વાણી જુદા જુદા નિમિત્તાધીન, જુદે જુદે ક્ષેત્રે, સંયોગાધીન નીકળેલી છે. તે સર્વે વાણી એકત્રિતપણે અત્રે સંકલિત થઈ આ ‘સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય’ ગ્રંથ બન્યો છે. આવા દુષમકાળના વિકરાળ મહા મહા મોહનીય વાતાવરણમાં ‘બ્રહ્મચર્ય’ સંબંધમાં અદ્ભુત વિજ્ઞાન જગતને આપવું એ સોનાની કટાર જેવું સાધન છે અને તેનો સદુપયોગ અંતે આત્મકલ્યાણકારી થઈ પડે તેવું છે. વાચકને તો અત્યંત વિનંતી એટલી જ કરવાની રહી કે સંકલનામાં કોઈ પણ પ્રકારે ભાસતી ક્ષતિઓ પ્રત્યે ક્ષમા પ્રાર્થના બક્ષી આ અદ્ભુત ગ્રંથનું સમ્યક્ આરાધન કરે !

    - ડૉ. નીરુબેન અમીનના જય સચ્ચિદાનંદ

    ઉપોદ્ઘાત

    ખંડ : ૧  વિષયનું સ્વરૂપ, જ્ઞાની દ્રષ્ટિએ

    ૧. વિશ્લેષણ, વિષયનાં સ્વરૂપનું !

    વિષય કોને કહેવાય ? જેમાં લુબ્ધમાન થાય ત્યારે તે વિષય કહેવાય. બીજું બધું જરૂરિયાત કહેવાય. ખાવું, પીવું એ વિષય નથી.

    વિષયનાં કીચડમાં કેમ ઝંપલાવે છે તે જ સમજાતું નથી. પાંચ ઈન્દ્રિયના કીચડમાં મનુષ્ય એટલે કે ઐશ્વર્ય પામેલો જે ઈશ્વર કહેવાય, તે કેમ પડ્યો છે ?! જાનવરોય આને પસંદ નથી કરતા.

    મહાવીર ભગવાને બ્રહ્મચર્ય એ પાંચમું મહાવ્રત આ કાળના મનુષ્યોને શા માટે આપ્યું ? કારણ આ કાળના લોકો વિષયનું આવરણ એટલું ભારે લઈને આવેલા છે કે તેમને તેના બેભાનપણામાંથી બહાર કાઢી મોક્ષે લઈ જવા, આ પાંચમું મહાવ્રત વધારાનું આપ્યું !

    વિષય એ વિકૃતિ છે ! મનને બહેલાવવાનું સાધન બનાવ્યું છે! આખો દહાડો તાપમાં તપેલી ભેંસો ગંદી ગારવતામાં શા માટે પડી રહે છે ? ઠંડકની લાલચે દુર્ગંધને ભૂલી જાય છે ! તેમ આજના મનુષ્યો આખા દહાડાની દોડધામના થાકથી કંટાળીને, નોકરી-ધંધો કે ઘરનાં ટેન્શનમાં, માનસિક તણાવ ખૂબ ભોગવતા, બળતરામાંથી ડાયવર્ટ થવા વિષયના કાદવમાં કૂદે છે અને એનાં પરિણામો ભૂલી જાય છે ! વિષય ભોગવ્યા પછી ભલભલો ભડવીર મડદા જેવો થઈ જાય છે ! શું કાઢ્યું એમાંથી ?

    વિષયને ઝેર છે એમ જાણ્યા પછી કોઈ એને અડે ? જગતમાં ભય રાખવા જેવું જે કંઈ હોય તો તે આ વિષય જ છે ! આ સાપ, વીંછી, વાઘ, સિંહથી કેવા ભય પામે છે ? વિષય તો એથીય વધુ વિષમય છે ! જેનો ભય સેવવાનો છે તેને જ લોક પરમ સુખ માનીને માણે છે ! વિપરીત મતિની પરિમિતિ ક્યાં ?

    અનંત અવતારની કમાણીમાં ઊંચું ઉપાદાન લઈને આવે મોક્ષ માટે, તે વિષયની પાછળ પલવારમાં ખોઈ નાખે !!! અરેરે ! હે માનવ ! તારી સમજણ કેવી રીતે આવરાઈ ?!

    માણસ નિરાલંબ રહી શકતો નથી. નિરાલંબ તો એકલા જ્ઞાની પુરુષ જ રહી શકે ! એ સિવાયના ઈતર લોકો બુદ્ધિના આશયમાં સ્ત્રી, પુત્રાદિના ટેન્ડર ભરીને જ લાવે જેથી એના વિના એને ચાલે ના ! માંગી હતી માત્ર સ્ત્રી, પણ જોડે જોડે આવ્યાં સાસુ, સસરા, સાળા, સાળી, મામા સસરા, કાકા સસરા. મોટું લંગર લાગ્યું ! ‘અલ્યા, મેં તો એક સ્ત્રી જ માગી હતી ને આ લશ્કર ક્યાંથી આવ્યું ?!’ ‘અલ્યા, સ્ત્રી કંઈ ઉપરથી ટપકીને આવે છે ! એ આવે એટલે જોડે જોડે આ લશ્કર આવે જ ને ! તને ખબર નહતી ?’ આનું નામ બેભાનપણું ! પરિણામનો વિચાર જ ના હોય કે એક વિષયની પાછળ કેટલાં લાંબા લશ્કરની લાઈન લાગે છે !!! અને ઘાણીના બળદની જેમ આખી જિંદગી જાય છે એની પાછળ !

    કોઈએ સાચું શીખવાડયું જ નથી. નાનપણથી જ મા-બાપ કે વડીલો મગજમાં ઘાલ ઘાલ કરે છે કે વહુ તો આવી લાવીશું ને પૈણ્યા વગર તો ચાલે જ નહીં અને વંશવેલો તો ચાલુ રહેવો જોઈએ.

    આત્મસુખ ચાખ્યા પછી વિષય સુખ મોળાં લાગે, જલેબી ખાધા પછી ચા કેવી લાગે ? જીભનો વિષય ‘ઓકે’, કરાય પણ બીજામાં તો કંઈ બરકત જ નથી, માત્ર કલ્પનાઓ જ છે બધી ! ધૃણા ઉપજાવે એવી વસ્તુ છે વિષય !

    વિષય ભોગવવાં પાંચેય ઈન્દ્રિયમાંથી કોઈને આ ગમતું નથી. આંખને જોવું ના ગમે, તેથી અંધારું કરી નાખે. નાકનેય જરાય ના ગમે. જીભની તો વાત જ શું કરવી ? ઊલટું ઊલટી થાય એવું હોય. સ્પર્શેય કરવાનું ના ગમે, છતાં સ્પર્શસુખ માને છે ! કોઈને પસંદ નથી છતાં ક્યા આધારે વિષય ભોગવે છે એ જ અજાયબી છે ને ?! લોકસંજ્ઞાથી જ એમાં પડ્યા છે !

    વિષય એ સંડાસ છે, ગલન છે ! આમાં પણ તન્મયાકાર થઈ જાય છે માટે એનાં કૉઝીઝ નવા પડે છે ! વિષયનું પૃથ્થકરણ કરે તો તે ખરજવાને ખંજવાળવા જેવું છે !

    અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ?!! આ ગટરને કેમ કરીને ઊઘાડાય ? નરી દુર્ગંધ, દુર્ગંધ ને દુર્ગંધ !!! શ્રીમદ્ રાજચંદ્રે વિષયને વમન કરવા યોગ્ય જગ્યા નથી એમ કહ્યું છે ! થૂંકવા જેવું નથી ત્યાં !

    વિષય બુદ્ધિથી નથી, મનના આમળાથી છે, માટે બુદ્ધિથી એને દૂર કરી શકાય એમ છે.

    ડુંગળીની ગંધ કોને આવે ? જે ના ખાતો હોય તેને ! આહારી આહાર કરે છે તેમ વિષયી વિષય કરે છે ! પણ એ લક્ષમાં રહેવું જોઈએ ને ? પણ અજ્ઞાનતાના આવરણને લઈને લક્ષમાં રહેતું નથી. ચાર દહાડાનો ભૂખ્યો, લીંટવાળો રોટલોય ખઈ જાય ! આજકાલ તો મનુષ્યો એટલા ગંધાતા હોય છે કે આપણું માથું ફાટી જાય જો જરાક નજીક આવ્યા હોય તો ! તેથી આ બધા પરફયુમ્સ છાંટતા હોય છે ચોવીસેય કલાક !

    વિષયમાં સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ આટલી બધી રાણીઓ હોવા છતાં બધું છોડીને સાચા સુખની શોધમાં ના નીકળી પડ્યા હોત !

    જીવન શાના માટે છે ? સંસાર માંડીને મરવા માટે ?! સુખ માટે કે જવાબદારીઓ ઊભી કરી બિમારીઓ નોતરવા માટે ? આટલું ભણ્યા ગણ્યા પણ ભણતરનો ઉપયોગ શું ? મેનટેનન્સ માટે જ ને ? આ એન્જીન પાસેથી શું કામ કઢાવવું છે ? કંઈ હેતુ તો હોવો જોઈએ ને ? આ મનુષ્યભવનો હેતુ શું ? મોક્ષ ! પણ આપણી દિશા કઈ ને ચાલી રહ્યા ક્યાં ?!!!

    આ વાગ્યું હોય ને લોહી વહી જતું હોય તો આપણે એને બંધ શા માટે કરીએ છીએ ? ના બંધ કરીએ તો ? તો તો વીકનેસ આવી જાય ! તેમ આ વિષય બંધ નહીં થવાથી શરીરમાં બહુ વીકનેસ આવી જાય છે ! બ્રહ્મચર્યને પુદ્ગલસાર કહ્યો ! માટે એને સાચવો ! માટે કરકસર કરો વીર્ય અને લક્ષ્મીની ! ખોરાક ખાઈને તેનો અર્ક થઈ વીર્ય થાય છે જે અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. માટે બ્રહ્મચર્ય સેવો !

    જે બ્રહ્મચર્યથી મોક્ષ થાય તે કામનું.

    આ અક્રમ વિજ્ઞાન પૈણેલાંઓનેય મોક્ષે લઈ જાય તેવું છે !

    જેને પહેલેથી જ બ્રહ્મચર્ય પાળવાની ભાવના હોય તેણે દાદા પાસે શક્તિ માંગવી, ‘હે દાદા ભગવાન મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો.’ વિષયનો વિચાર આવતાં જ તત્ક્ષણે જ ઉખેડીને ફેંકી દેવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ માંડવી નહીં. દ્રષ્ટિ ખેંચાય કે તરત જ ખસેડી લેવી અને પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ કરી લેવું. વિષય જોઈએ જ નહીં એવો નિશ્ચય નિરંતર રહેવો જોઈએ અને પ્રખર આત્મસ્થ જ્ઞાની પુરુષની નિશ્રામાં રહીને એમાંથી છૂટી જવાય !

    હરૈયા ઢોરની જેમ જીવવું તેના કરતાં એક ખીલે બંધાવું સારું. દ્રષ્ટિ ઠેર ઠેર ના બગડવી જોઈએ. સ્ત્રી એ પુરુષનું સંડાસ છે ને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે. સંડાસમાં શું મોહ રાખવાનો હોય ? બ્રહ્મચર્યનો નિશ્ચય કરતાં કરતાં જાતને ખૂબ ચકાસી જોવી પડે. તાવવી પડે. જો ના પહોંચી વળાય એવું હોય તો પૈણી જવું ઉત્તમ, પણ પછીય કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ.

    બ્રહ્મચર્ય આત્મસુખ માટે કેવી રીતે મદદ કરે ? બહુ મદદ કરે. અબ્રહ્મચર્યથી તો દેહબળ, મનોબળ, બુદ્ધિબળ, અહંકારબળ બધુંય ખલાસ થઈ જાય ! જ્યારે બ્રહ્મચર્યથી આખું અંતઃકરણ સુદ્રઢ થઈ જાય !

    બ્રહ્મચર્ય પળાય તો ઉત્તમ ને ના પળાય તો અબ્રહ્મચર્ય એ ખોટું છે, એવું જાણે તોય બહુ થઈ ગયું.

    બ્રહ્મચર્ય મહાવ્રત વર્ત્યું તેને કહેવાય. વિષય જેને યાદેય નથી આવતો, બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી રહ્યો તેને વ્રત વર્ત્યું કહેવાય.

    બાકી આત્મા તો સદા બ્રહ્મચર્યવાળો જ છે. આત્માએ વિષય ક્યારેય ભોગવ્યો નથી. આત્મા સૂક્ષ્મતમ છે અને વિષય સ્થૂળ છે. માટે સ્થૂળને સૂક્ષ્મ ભોગવી જ ના શકે !

    પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ‘આ જ્ઞાન પછી વિષયનો ક્યારે મને વિચારેય નથી આવ્યો !’ ત્યારે જ આવું વિષય રોગને ઉખેડીને ખલાસ કરી નાખે એવી વાણી નીકળી છે !

    ૨. વિકારોથી વિમુક્તિની વાટ...

    અક્રમ માર્ગમાં વિકારી પદ જ નથી. પોલીસવાળો જેમ પકડીને કરાવે એના જેવું હોય. સ્વતંત્ર મરજીથી ના હોય. વિષય છે ત્યાં ધર્મ નથી. નિર્વિકાર હોય ત્યાં જ ધર્મ છે ! કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. હા, કોઈક વામમાર્ગી હોય.

    બ્રહ્મચર્ય એ તો ગતભવની ભાવનાના પરિણામરૂપે કો’ક મહા મહા પુણ્યશાળી મહાત્માને પ્રાપ્ત થાય. બાકી સામાન્યપણે તો અબ્રહ્મચર્ય જ ઠેર ઠેર જોવા મળે ! જેને ભૌતિક સુખોની વાંછના છે, તેણે તો પરણવું જ જોઈએ અને જેને ભૌતિક નહીં પણ સનાતન સુખ જ જોઈએ તેણે પૈણવું નહીં. તેણે બ્રહ્મચર્ય મન-વચન-કાયાથી પાળવું જોઈએ.

    ભગવાન મેળવવા વિકારમુક્ત થવું પડે ને વિકારમુક્ત થવા શું સંસારમુક્ત થવું પડે ? ના. મન તો જંગલમાં જાય તોય જોડે ને જોડે જ જવાનું ! એ કંઈ છોડવાનું છે ? જો જ્ઞાની પુરુષ મળી જાય તો નિર્વિકાર સ્હેજે રહેવાય.

    તૃષ્ણા એનું નામ કે ભોગવ્યે તો વધતી જ જાય ને ના ભોગવે તો મટી જાય ! તેથી બ્રહ્મચર્યની શોધખોળ થઈ છે ને વિકારથી મુક્ત થવા !

    વિષયી કોણ ? ઈન્દ્રિયો કે અંતઃકરણ ? પાડો કોણ ને પખાલી કોણ ? સામાન્ય પણે ઈન્દ્રિયોનો દોષ ગણાય ! ખસી કરવાથી કંઈ વિષય છૂટે ? ‘તારી દાનત કેવી છે વિષયમાં ?’ ચોર દાનતથી જ વિષય ટક્યો છે ! જ્ઞાનથી બધું જતુ રહે ! વિષયનો વિચાર સરખોય ન રહે !

    મનનો સ્વભાવ કેવો ? વરસ, બે વરસ કોઈ વસ્તુથી વેગળા રહ્યા કે એ વસ્તુ વિસરાઈ જાય, કાયમને માટે !

    વામમાર્ગી શું શીખવાડે કે જે વસ્તુ ધરાઈને ભોગવી લો તો જ તેનાથી છૂટાય ! વિષયની બાબતમાં ઊલટું વધારે સળગતું જાય. દારૂની બાબતમાં ધરાવો થઈને છૂટાય ?

    વિષયની બાબતમાં કંટ્રોલ કરવા જાય તો તે વધારે ઉછળે છે. મનને જાતે કંટ્રોલ કરવા જાય તો નથી થાય તેવું. કંટ્રોલર જ્ઞાની હોવા જોઈએ. ખરેખર તો મનને આંતરવાનું નથી. મનના કારણોને આંતરવાના છે. મન તો પોતે એક પરિણામ છે. એ ના બદલાય. કારણ બદલાય. ક્યા કારણે મન વિષયમાં ચોંટ્યું છે તે ખોળી કાઢી તેનાથી છૂટાય.

    જ્ઞાનીઓ વસ્તુને વાસના નથી કહેતા, રસને વાસના કહે છે. આત્મજ્ઞાન પછી વાસનાઓ ઊડી જાય છે.

    સ્ત્રી તરફની વાસનાઓ કેમ જતી નથી ? જ્યાં સુધી ‘હું પુરુષ છું’

    પેલી સ્ત્રી છે, એવી માન્યતા છે ત્યાં સુધી વાસનાઓ છે. એ માન્યતા જાય એટલે વાસનાને ગયે જ છૂટકો ! એ માન્યતા જાય કેવી રીતે ? જેને વાસનાઓ છે તેનાથી તમે પોતે જુદાં જ છો, પોતે કોણ છો એવું જ્ઞાન થાય, ભાન થાય, તો જ તે છૂટે ! અને જ્ઞાનીની કૃપાથી જ્ઞાન થઈ શકે !

    ૩. માહાત્મ્ય, બ્રહ્મચર્યનું

    બ્રહ્મચર્ય ના પળાય તો કંઈ નહીં, પણ તેના વિરોધી તો ના જ થવું જોઈએ. અધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય એ મોટામાં મોટું તેમ જ પવિત્રમાં પવિત્ર સાધન છે ! અણસમજણથી અબ્રહ્મચર્ય ટક્યું છે. જ્ઞાનીની સમજણે સમજી લેવાથી એ અટકે છે. વ્યવહારમાં પણ મન-વાણી ને દેહ નોર્માલિટીમાં રહે, તેથી બ્રહ્મચર્ય આવશ્યક કહ્યું છે. આયુર્વેદ પણ એમ જ સૂચવે છે ! છ જ મહિના જો મન-વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળે તો મનોબળ, વચનબળ તેમ જ દેહમાં પણ જબરજસ્ત ફેરફાર થઈ જાય છે !

    અબ્રહ્મચર્યથી ઘણાં બધાં રોગો ઉત્પન્ન થાય છે. એમાં મન ને ચિત્ત તો ફ્રેકચર થઈ જાય છે !

    કેટલાંક માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી. પણ દાદાશ્રી શું કહે છે કે વિષયનાં અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી. જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઊર્ધ્વગમન થાય જ નહીં. અક્રમમાર્ગમાં તો ડિરેક્ટ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે જ ઊર્ધ્વગમન છે !

    જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિર્વિષયી બનેલા હોય, તેથી તેમનામાં જબરજસ્ત વચનબળ પ્રકટ થયું હોય જે વિષયનું વિરેચન કરાવે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ ‘જ્ઞાની પુરુષ’ જ નથી. સામાની ઈચ્છા જોઈએ.

    ખંડ : ૨ ‘ના પરણવાનાં’ નિશ્ચયી માટેની વાટ...

    ૧. વિષયથી કઈ સમજણે છૂટાય ?

    અક્રમ વિજ્ઞાન બ્રહ્મચર્યમાં થોડા જ વખતમાં સેફસાઈડ કરી નાખે તેવું છે. ક્યા અવતારમાં અબ્રહ્મચર્યનો અનુભવ નથી કર્યો ? કૂતરાં, બિલાડાં, પશુ, પંખી, મનુષ્યો બધાંએ ક્યારે નથી કર્યો ? આ એક અવતાર બ્રહ્મચર્યનો અનુભવ તો કરી જુઓ !!! એની ખુમારી, એની મુક્તતા, નિર્બોજતા તો માણી જુઓ !

    બ્રહ્મચર્યનો નિશ્ચય થવો એ જ બહુ મોટી વસ્તુ છે ! બ્રહ્મચર્યના દ્રઢ નિશ્ચયીને દુનિયામાં કોઈ કશું નામ દેનાર નથી !

    બ્રહ્મચર્યનો નિશ્ચય દેખાદેખી, તાનમાંને તાનમાં તાનના માર્યા કે ભડકાટથી થાય તેમાં દમ ના હોય ! એ ગમે ત્યારે લપસાવી પાડે. સમજણથી અને મોક્ષના ધ્યેય માટે કરવાનો છે અને એ નિશ્ચયને વારે વારે મજબૂત કરવાનો અને જ્ઞાની પાસે નિશ્ચય મજબૂત કરાવવો અને વારેવાર બોલાવવું, ‘હે દાદા ભગવાન હું બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય મજબૂત કરું છું. મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.’ તો તે મળે જ. જેનાં નિશ્ચય ડગે નહીં. તેનું સફળ થાય જ ને નિશ્ચય ડગે કે ભૂતાં પેસી જાય !

    બ્રહ્મચર્યનો દ્રઢ નિશ્ચય ધારણ થયા પછી સાધકને વારેવારે એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે મહીં વિષયના વિચાર તો આવે છે. તેના માટે દાદાશ્રી માર્ગ બતાવે છે કે, વિષયના વિચારો આવે તેનો વાંધો નથી, પણ વિચારો જે આવે છે તેને જોયા કરો અને એના અમલમાં ‘તમે’ ના ભળો, એ કહે ‘સહી કરો !’ તોય આપણે સ્ટ્રોંગ્લી ના પાડી દેવી !! એને જોયાં જ કરવાના. આ છે મોક્ષનો ચોથો પાયો તપ ને પછી તેનાં પ્રતિક્રમણ કરાવવાના. મન-વચન-કાયાથી જે જે વિકારી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, એ બધાં દોષોનું પ્રતિક્રમણ કરવું પડે. વિષયના વિચારથી છૂટે તો કેવો આનંદ આનંદ થઈ જાય છે, તો પછી એનાથી કાયમ છૂટે તો કેટલો બધો આનંદ રહે ?!!!

    અબ્રહ્મચર્યનાં વિચારોની સામે બ્રહ્મચર્યની શક્તિઓ જ્ઞાની પાસે માંગ માંગ કરે એટલે બે-પાંચ વર્ષે એવાં ઉદય આવી જાય. જેણે અબ્રહ્મચર્ય જીત્યું તેણે આખું જગત જીત્યું ! સર્વે દેવદેવીઓ ખૂબ ખૂશ રહે !

    વિષયના વિચારો આવે તે બે પાંદડે ફૂટે તે પહેલાં જ ઉખેડીને ફેંકી દો ! કૂપણથી આગળ બે પાંદડા સુધી વિચારો ફૂટીને ફાલવા ના જોઈએ. ત્યાં જ તુર્ત જ ઉખેડીને ફેંકી દેવા પડે તો જ છૂટાય ! અને જો એ ઊગી ગયું તો એની અસર આપ્યા વિના નહીં જ જાય !

    વિષયની બે સ્ટેજ. એક ચાર્જ અને બીજું ડિસ્ચાર્જ. ચાર્જ બીજને ધોઈ નાખવું.

    રસ્તે નીકળ્યા કે ‘સીન સીનેરી’ આવે કે દ્રષ્ટિ ખેંચાયા વિના ના રહે. ત્યાં દ્રષ્ટિ માંડીએ તો દ્રષ્ટિ બગડે ને ? માટે નીચું જોઈને જ ચાલવું. તેમ છતાં દ્રષ્ટિ મંડાઈ જાય તો દ્રષ્ટિ તરત જ ફેરવી લેવી અને તરત જ પ્રતિક્રમણ કરી લેવાં એ ના ચૂકાય.

    બધી સ્ત્રીઓ કંઈ આકર્ષતી નથી. જેની જોડે હિસાબ મંડાયો હોય તે જ આકર્ષે. માટે તેને ઉખેડીને ફેંકી દો. કેટલાંક તો સો-સો વખત પ્રતિક્રમણ થાય ત્યારે છૂટાય.

    પ્રતિક્રમણ કરવા છતાંય જો વધારે પડતી દ્રષ્ટિ બગડતી હોય તો પછી ઉપવાસ કે એવો કંઈ દંડ લેવો જોઈએ. જેથી કરીને કર્મ ના બંધાય. સામાન્ય ભાવે જ જોવું. મોઢા સામે ટીકી ટીકીને ના જોવું. તેથી શાસ્ત્રમાં બ્રહ્મચર્ય પાળનારાને સ્ત્રીનો ફોટો કે મૂર્તિય જોવાની ના પાડી છે !

    દેહનિદ્રા આવશે તો ચાલશે પણ ભાવનિદ્રા ના આવવી જોઈએ. આ ટ્રેન સામેથી આવતી હોય ત્યાં કોઈ ઊંઘે ? ટ્રેન તો મારે એક જ અવતાર પણ ભાવનિદ્રા મારે અનંત અવતાર ! જ્યાં ભાવનિદ્રા આવે ત્યાં તે ચોંટશે. ‘જ્યાં ભાવનિદ્રા આવે તે જ વ્યક્તિના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માંગવાની કે, ‘હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.’ જ્યાં મીઠું લાગે ત્યાં ગમે તેટલી જાગૃતિ રાખવા જાય પણ કર્મનો ઝપાટો આવે ત્યાં બધું ભૂલાડી દે ! જ્યાં ગલગલિયાં થયાં કે તરત જ સમજી જવાનું કે અહીં ફસામણ થઈ.

    જેને એક આત્મા જ જોઈએ છે તેને પછી વિષય શેનો થાય ?

    આપણી મા પર, બેન પર દ્રષ્ટિ કેમ બગડતી નથી ? એય સ્ત્રી જ છે ને ? પણ ત્યાં ભાવ નથી કર્યો તેથી.

    શ્રીમદ્ રાજચંદ્રે બ્રહ્મચર્ય ઉપર ખૂબ જ સુંદર ફોડ પાડ્યા છે, પદ્યમાં. સ્ત્રીને કાષ્ટની પુતળી ગણો. વિષય જીતતાં આખું જગતનું સામ્રાજ્ય જીતાઈ જાય છે. આત્મજ્ઞાન માટે બ્રહ્મચર્ય જ પાત્રતા લાવે છે.

    આ અવતારમાં અક્રમજ્ઞાનથી વિષય બીજથી તદ્દન નિર્ગ્રંથ થઈ શકાય ? દાદાશ્રી કહે છે કે ‘હા થઈ શકાય.’ વિષયનું સ્હેજ ધ્યાન કરે કે બધું જ્ઞાન ભ્રષ્ટ થઈ જાય.

    મન-વચન-કાયાથી જે બ્રહ્મચર્ય પાળે તે શીલવાન કહેવાય. એના કષાયો પણ ઘણા ઘણા પાતળા પડી ગયા હોય. આપણે બ્રહ્મચર્યનું બળ રાખવાનું. વિષયની ગાંઠ એની મેળે જ છેદાયા કરે.

    ૨. દ્રષ્ટિ, ઊખડે થ્રી વિઝને !

    ચટણી જોવાની ગમે ? લોહી, માંસ જોવાનું ગમે ? ચટણી લીલા લોહીની ને માંસ, વિ. લાલ લોહીનું ! ઢાંકેલું માંસ ભૂલથી ખાઈ જવાય, પણ ઊઘાડું ?! તેમ આ દેહ એ રેશમી ચાદરથી વીંટેલું હાડ માંસ જ છે ને ? બુદ્ધિ બહારનું રૂપાળું જ દેખાડે છે. જ્યારે જ્ઞાન આરપાર, સીધું જ દેખે, આ આરપાર દ્રષ્ટિ કેળવવા માટે દાદાશ્રી દાદાશ્રીએ થ્રી વિઝનનું અદ્ભૂત હથિયાર આપ્યું છે.

    પ્રથમ વિઝને રૂપાળી સ્ત્રી નેકેડ દેખાય. બીજા વિઝને ચામડી વગરની સ્ત્રી દેખાય. ત્રીજા વિઝને પેટ ચીરેલું હોય તેમાં આંતરડાં, મળ માંસ બધું દેખાય. બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ? છેલ્લે આત્મા દેખાય. જે રસ્તેથી દાદાશ્રી પાર નીકળી ગયા તે જ રસ્તો દેખાડે છે આ વિષય જીતવાનો !

    કૃપાળુદેવે કહ્યું છે કે, ‘દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય.’

    રૂપાળી સ્ત્રીને જોઈને કોઈ પુરુષને ખરાબ ભાવ થાય તો તેમાં દોષ કોનો ? સ્ત્રીનો દોષ કહેવાય ? ના, આમાં સ્ત્રીનો દોષ જરાય નથી. ભગવાન મહાવીરનું લાવણ્ય જોઈને ઘણી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન થતો હતો. પણ ભગવાનને કશું ના અડે ! સ્ત્રીઓના ઉપયોગ ઉપર ખૂબ આધાર છે. સ્ત્રીઓએ કપડા, દાગીના કે મેક-અપ એવાં ના કરવાં જોઈએ કે જેને જોવાથી પુરુષોને મોહ ઉત્પન્ન થાય ! આપણો ભાવ ચોખ્ખો જોઈએ તો કશું બગડે એવું નથી. ભગવાનને કેશનું લોચન શા માટે કરવું પડેલું ? આ જ કારણ ! સ્ત્રીઓ એમના રૂપને જોઈને મોહી ના પડે !

    પહેલાંના વખતમાં માનમાં, કીર્તિમાં, પૈસામાં બધે મોહ વેરાયેલો હતો. હવે તો બધો જ મોહ વિષય માટે જ ખૂંપી જાય છે ! પછી શું કહીએ ? એકાવતારી થવું હોય તો વિષયમુક્ત થવું જ પડે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ કરી છૂટી જવાય. મહીં રુચિનું બીજ અંદર પડેલું હોય તે ધીમે ધીમે પકડાય ને તેનાથી છૂટાય. રુચિની ગાંઠ મહીં અનંત અવતારથી પડેલી છે તે કુસંગ મળતાં જ ફૂટી નીકળે. માટે બ્રહ્મચારીઓનો સંગ અતિ અતિ આવશ્યક છે.

    બ્રહ્મચર્ય માટે સંગબળની જરૂર પડે. ગમે તેટલાં સ્ટ્રોંગ નિશ્ચય હોય પણ કુસંગ તેને ઊડાડી મૂકે ! કુસંગ કે સત્સંગ માણસનું પરિવર્તન કરી નાખે !

    ૩. દ્રઢ નિશ્ચય, પહોંચાડે પાર !

    નિશ્ચય કોનું નામ કહેવાય કે ગમે તેવું લશ્કર આવે પણ તેને ગાંઠે નહીં ! નિશ્ચય ડગે જ નહીં ! ભાવ અને નિશ્ચયમાં ફેર. ભાવમાંથી અભાવ થાય પણ નિશ્ચય ફરે નહીં. અત્યારે જે બ્રહ્મચર્ય પળાય છે તે પૂર્વભવનાં કરેલાં નિશ્ચય ઓપન થાય છે. જેનાં જેનાં નિશ્ચય કર્યા છે તે પ્રાપ્ત થાય જ. પોલો નિશ્ચય હોય તો ટાઈમીંગ બદલાઈ જાય.

    નિશ્ચયનો સ્ક્રૂ રાત દહાડો ટાઈટ કર્યા જ કરવો. એક ફેરો નિશ્ચય જો તૂટ્યો પછી ખલાસ થઈ જાય ! આપણા નિશ્ચયને તોડાવે કોણ ? આપણો જ અહંકાર. મૂર્છિત અહંકાર. સ્ટ્રોંગ અભિપ્રાય એક જ રહેવો જોઈએ. એમાં છૂટછાટ ના ચાલે.

    નિશ્ચય સ્ટ્રોંગ રહે તે માટે આટલું સાચવી લો. એક તો કોઈની સામે દ્રષ્ટિ ના મંડાવી જોઈએ, થ્રી વિઝન તરત વપરાવું જોઈએ અને સ્ત્રીનો સ્પર્શ ના થવો જોઈએ. સ્ત્રી સ્પર્શ ઝેરીલો હોય ! અડ્યા હોય તો એ પરમાણુઓ આખી રાત ઊંઘવા ના દે ! પુણ્યૈ આથમે તો બ્રહ્મચર્યનું ઊડાડી દે, ત્યાં સ્ટ્રોંગ નિશ્ચય હશે તો જ તે બચાવી શકશે.

    પૂર્વની ભાવના સ્ટ્રોંગ હોય તેનાં આ ભવે સ્ટ્રોંગ નિશ્ચય રહે અને ડગુમગુ થાય તેનું, પૂર્વેનું ભાવના કરી જ નથી. આ તો દેખાદેખી થયું છે. એમાં બહુ બરકત આવે નહીં. તેનાં કરતાં પૈણી જવું સારું. ડગુમગુ નિશ્ચયવાળાથી બ્રહ્મચર્ય ના પળાય. વ્રતેય ના લેવાય. એ પછી ટકે નહીં. બ્રહ્મચર્યમાં અપવાદ ના રખાય. સ્ટીમરમાં અપવાદે કાણું રખાય ? પોલ

    મારતા મનને કઈ રીતે અટકાવાય ? નિશ્ચયથી. દરેક કાર્યમાં નિશ્ચય જ મુખ્ય છે. આત્મા પ્રાપ્ત થયા પછી નિશ્ચય એક થઈને અહંકારે કરીને નથી કરવાનો પણ જુદા રહીને નિશ્ચય મિશ્રચેતન પાસે કરાવડાવવાનો ! કયારેક જ સ્લિપ થવાય તો ? એક જ ફેર નદીમાં ડૂબી જવાય તો ?!

    શાસ્ત્રકારોએ એક ફેરના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે. મરવું બહેતર પણ અબ્રહ્મચર્ય મરણતુલ્ય ગણાય.

    કર્મોનો ફોર્સ આવે ત્યારે આત્માના ગુણોના વાક્યો મોટેથી બોલીને જાગૃતિમાં આવી જવાનું. એ પરાક્રમ કહેવાય. સ્વવીર્યને સ્ફુરાયમાન કરવું એનું નામ પરાક્રમ ! પરાક્રમે પહોંચેલાને પાછા વાળવાની કોઈને તાકત નથી !

    નિશ્ચયને સિન્સિયર રહે તો પાર ઉતરાય. દરરોજ સવારના પહોરમાં નક્કી કરી નાખવું કે ‘આ જગતની કોઈપણ વિનાશી ચીજ મને ખપતી નથી.’ તેને પછી સિન્સિયર રહે. જેટલો સિન્સિયર તેટલી જ જાગૃતિ ! આ સૂત્ર તરીકે પકડી લેવું. સિન્સિયારીટી તો ઠેઠ મોક્ષે લઈ જાય. સિન્સિયારીટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. સંપૂર્ણ મોરલ થઈ ગયો તે પરમાત્મા થવાનો.

    ‘રીજ પોઈન્ટ’ એટલે છાપરાની ટોચ ! જુવાનીનું ‘રીજ પોઈન્ટ’ હોય, એ પસાર થઈ ગયું કે જીત્યો. એટલો જ પોઈન્ટ સચવાઈ જવો જોઈએ.

    તમારી બ્રહ્મચર્ય માટેની દ્રઢ પ્રતિજ્ઞા હોવી જોઈએ. એટલું જ નહીં પણ પ્રતિજ્ઞા પ્યૉર, લાલચ વગરની, ઘડભાંજ વગરની હોવી જોઈએ. જેની દાનત ચોર, તેનો નિશ્ચય કહેવાય જ નહીં. ક્ષત્રિયપણુ હોય ત્યાં દાનત ચોર

    Enjoying the preview?
    Page 1 of 1