Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)
મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)
મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)
Ebook208 pages1 hour

મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

જો તમે તમારા સંતાનોના મિત્ર થશો તો, માબાપ – સંતાનોના સંબંધો સુધરશે. પરંતુ જો તમે તમારો માબાપ તરીકેનો અધિકાર વાપરશો તો, તમારે સંતાન ગુમાવવાનો વખત આવશે. તમારી મિત્રતા એવી હોવી જોઈએ કે બાળકને પ્રેમ અને માર્ગદર્શન મેળવવા બહાર ન જવું પડે. સંતાન ભયાનક કાર્યો કરે ત્યારે પણ, જેઓ પોતાના સંતાનોની વર્તણુંક પ્રેમ અને સમજણથી ફેરવી શકે તે જ ખરા માબાપ છે. આ જગત ને ફક્ત પ્રેમથી જ જીતી શકાય. પ્રેમાળ કુટુંબ માટે, માબાપે પોતે નૈતિકતા કેળવવી જોઈએ. માબાપ તરફથી સંતાનો ને એવો પ્રેમ મળવો જોઈએ કે સંતાનોને તેમને છોડવાનું મન ન થાય. જો તમારે તમારા સંતાનને સુધારવું છે તો તેની જવાબદારી તમારા શિરે છે. તમે તમારા સંતાન પ્રત્યેની ફરજથી બંધાયેલા છો. કિશોરાવસ્થામાં સંતાનને ઉછેરવું એ કદાચ માબાપની કુશળતાની સૌથી મુશ્કેલ કસોટી હશે, જેને માટે તેઓ જરાપણ કેળવાયેલા નથી. આજના કિશોરની આંતરિક અવસ્થાની ઊંડી અને સંપૂર્ણ સમજણથી પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને કેમ જીતવા તે આપણને બતાવ્યું છે. આ પુસ્તકથી પરમ પૂજ્ય દાદાશ્રી માબાપને, સંતાનો સાથે વર્તવામાં, તેમનામાં નૈતિકતા, શિસ્ત અને શિષ્ટાચાર લાવવામાં મદદ કરે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ સંતાન માબાપના સંબંધો મજબુત બનાવવા અને માબાપની સેવા કરવી તે સૌથી મોટો ધર્મ છે તે બાબતોનું માર્ગદર્શન બાળકોને પણ આપ્યું છે.

Languageગુજરાતી
Release dateDec 14, 2016
ISBN9789385912702
મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

Related to મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

Related ebooks

Reviews for મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત) - Dada Bhagwan

    મા-બાપનો છોકરાં પ્રત્યે વ્યવહાર (પૂર્વાર્ધ)

    (૧) સિંચન, સંસ્કારનાં...

    પ્રશ્નકર્તા : અહીંયાં આજુબાજુ અમેરિકામાં પૈસો છે, પણ સંસ્કાર નથી અને અહીંનું આજુબાજુનું વાતાવરણ એવું છે, તો તે માટે શું કરવું ?

    દાદાશ્રી : પહેલાં મા-બાપે સંસ્કારી થવું જોઈએ. એ છોકરાં બહાર જાય જ નહીં. મા-બાપ એવાં હોય કે પ્રેમ જોઈને અહીંથી ખસે જ નહીં. મા-બાપે એવું પ્રેમમય થવું જોઈએ. છોકરાં જો સુધારવાં હોય તો તમે જવાબદાર છો. છોકરાંની જોડે તમે ફરજથી બંધાયેલા છો. તમને સમજણ ના પડી ? (મૂળ ગ્રંથ પાના નં. ૨)

    આપણા લોકોએ છોકરાંઓને સંસ્કાર બહુ ઊંચી જાતના આપવા જોઈએ. ઘણાં માણસો અમેરિકામાં કહેતાં હતાં કે અમારાં છોકરાં છે તે માંસાહાર કરે છે અને એ બધું કરે છે. ત્યારે મેં એને પૂછયું, તમે કરો છો ? ત્યારે કહે, હા, અમે કરીએ છીએ. ત્યારે મેં કહ્યું, તે તો હંમેશાં છોકરાંઓ કરશે જ. આપણા સંસ્કાર ! અને છતાં આપણે ના કરતાં હોય તો ય કરે, પણ એ બીજી જગ્યાએ. પણ આપણી ફરજ આટલી, આપણે જો સંસ્કારી બનાવવા હોય તો આપણી ફરજ આપણે ચૂકવી ના જોઈએ. (૩)

    હવે છોકરાંઓને તો બીજી રીતે, સારી રીતે આપણે એ આવું તેવું અહીંનો ખોરાક ન ખાય એ બધું આપણે એનું છે તે ધ્યાન રાખવાનું. અને આપણે જો ખાતા હોઈએ તો હવે આ જ્ઞાન મળ્યા પછી એ આપણે બધું બંધ કરી દેવું જોઈએ. એટલે એમને આપણા સંસ્કાર દેખે એવું એ કરે. પહેલાં આપણા મા-બાપ સંસ્કારી કેમ કહેવાતા હતાં ? એ બહુ નિયમવાળા હતા અને ત્યારે સંયમ હતો બધો. આ તો સંયમ વગરના હોય. (૪)

    પ્રશ્નકર્તા : આ છોકરાંઓ બધાં મોટાં થાય તો એ લોકોને આપણે ધર્મનું જ્ઞાન કેવી રીતે આપવું ?

    દાદાશ્રી : આપણે ધર્મ સ્વરૂપ થઈ જઈએ એટલે થઈ જાય. આપણા જેવાં ગુણ હોય ને તેવાં છોકરાં શીખે. એટલે આપણે જ ધર્મિષ્ઠ થઈ જવાનું. શીખે આપણું જોઈ જોઈને. જો આપણે સિગારેટ પીતાં હોય તો સિગરેટ પીતાં શીખે, આપણે દારૂ પીતાં હોય તો દારૂ પીતાં શીખે. માંસ ખાતાં હોય તો માંસ ખાતાં શીખે, જે કરતા હોય એવું શીખે એ. એ જાણે કે એનાથી સવાયો થઉં એવું કહે. (૫)

    પ્રશ્નકર્તા : સારી સ્કૂલમાં મૂકવાથી સારા સંસ્કાર નથી આવતા ?

    દાદાશ્રી : પણ એ બધા સંસ્કાર નથી. છોકરાં, મા-બાપ સિવાય કોઈના સંસ્કાર ના પામે. સંસ્કાર મા-બાપનાં, ગુરુનાં. અને એનું સર્કલ થોડું ઘણું હોય, ફ્રેન્ડસર્કલ, સંયોગો એના. બાકી મોટામાં મોટા સંસ્કાર મા-બાપનાં ! મા-બાપ સંસ્કારી હોય તો તે છોકરાં સંસ્કારી થાય. નહીં તો સંસ્કાર હોય જ નહીં ને ? (૭)

    પ્રશ્નકર્તા : આપણે છોકરાંઓને ‘ઈન્ડિયા’ ભણવા મોકલી દઈએ, તો આપણે આપણી જવાબદારી નથી ચૂકતા ?

    દાદાશ્રી : ના. ચૂકતા નથી. આપણે એનો ખર્ચો-બર્ચો બધો આપીએ, ત્યાં આગળ તો, ત્યાં તો એવી સ્કૂલો છે કે જ્યાં હિન્દુસ્તાનનાં લોકો ય છોકરાંને ત્યાં મૂકે છે. જમવા કરવાનું ત્યાં અને રહેવાનું ય ત્યાં. એવી સરસ સ્કૂલો છે !!! (૧૦)

    પ્રશ્નકર્તા : દાદા, ઘરસંસાર બધો શાંતિથી રહે ને અંતરાત્માનું સચવાય એવું કરી આપો.

    દાદાશ્રી : ઘરસંસાર શાંતિથી રહે એટલું જ નહીં, પણ છોકરાં પણ આપણું જોઈને વધારે સંસ્કારી થાય એવું છે. આ તો બધું મા-બાપનું ગાંડપણ જોઈને છોકરાં પણ ગાંડા થઈ ગયાં છે. કારણ કે મા-બાપના આચાર-વિચાર પદ્ધતિસર નથી. ધણી-ધણિયાણી ય છોકરાં બેઠાં હોય ત્યારે ચેનચાળા કરે એટલે છોકરાં બગડે નહીં તો શું થાય ? છોકરાંને કેવા સંસ્કાર પડે ? મર્યાદા તો રાખવી જોઈએ ને ? આ દેવતાનો કેવો ઑ પડે છે ? નાનું છોકરું ય દેવતાનો ઑ રાખે છે ને ? મા-બાપનાં મન ‘ફ્રેકચર’ થઈ ગયાં છે. મન વિહ્વળ થઈ ગયાં છે. વાણી ગમે તેવી બોલે છે, સામાને દુઃખદાયી થઈ પડે તેવી વાણી બોલે છે, એટલે છોકરાંઓ ખરાબ થઈ જાય. આપણે એવું બોલીએ કે ધણીને દુઃખ થાય ને ધણી એવું બોલે કે આપણને દુઃખ થાય. હિન્દુસ્તાનનાં મા-બાપ કેવાં હોય ? તે છોકરાંને ઘડે તે બધા સંસ્કાર તો તેને પંદર વર્ષમાં જ આપી દીધા હોય.

    પ્રશ્નકર્તા : હવે એ જે એનું આ સંસ્કારનું છે ને, પડ ઓછું થવા માંડ્યું છે. એની આ બધી ભાંજગડ છે.

    દાદાશ્રી : ના, ના. સંસ્કાર જ ઊડી જવા માંડ્યા. આમાં પાછા દાદા મળ્યા એટલે ફરી મૂળ સંસ્કારમાં લાવશે. સત્યુગમાં હતા એવા સંસ્કાર પાછા. આ હિન્દુસ્તાનનું એક છોકરું આખા વિશ્વનું વજન ઊંચકી શકે એટલી શક્તિ ધરાવે છે. ફક્ત એને પોષણ આપવાની જરૂર છે. આ તો ભક્ષક નીકળ્યા, ભક્ષક એટલે પોતાનાં સુખને માટે બીજાને બધી રીતે લૂંટી લે ! જે પોતાનું સુખ ત્યાગીને બેઠો છે, એ સર્વસ્વ બીજાને સુખ આપી શકે !

    પણ આ તો શેઠ આખો દહાડો લક્ષ્મીના ને લક્ષ્મીના વિચારોમાં ઘૂમ્યા કરે ! એટલે મારે શેઠને કહેવું પડે છે કે, ‘શેઠ, તમે લક્ષ્મી પાછળ પડ્યા છો ? ઘર બધું ભેલાઈ ગયું છે ! છોડીઓ મોટર લઈને આમ જતી હોય, છોકરાઓ તેમ જાય ને શેઠાણી આ બાજુ જાય. શેઠ, તમે તો બધી રીતે લૂંટાઈ ગયા છો !’ ત્યારે શેઠે પૂછયું, ‘મારે કરવું શું ?’ મેં કહ્યું, ‘વાતને સમજો ને કેવી રીતે જીવન જીવવું એ સમજો. એકલા પૈસા પાછળ ના પડો. શરીરનું ધ્યાન રાખતા રહો. નહીં તો હાર્ટ-ફેઈલ થશે. શરીરનું ધ્યાન, પૈસાનું ધ્યાન, છોકરીઓના સંસ્કારનું ધ્યાન, બધા ખૂણા વાળવાના છે. એક ખૂણો તમે વાળ વાળ કરો છો, હવે બંગલામાં એક જ ખૂણો ઝાપટ ઝાપટ કરીએ ને બીજે બધે પૂંજો પડ્યો હોય તો કેવું થાય ? બધા જ ખૂણા વાળવાના છે. આ રીતે તો જીવન કેમ જિવાય ?’ માટે એમની જોડે સારું વર્તન, ઊંચા સંસ્કારી બનાવો. આ છોકરાઓને ઊંચા સંસ્કારી બનાવો. આપણે પોતે તપ કરો. પણ સંસ્કારી બનાવો.

    Enjoying the preview?
    Page 1 of 1