Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

ગુમાવવું દુ:ખ સહન કરવું બલિદાન આપવું અને મરણ પામવું
ગુમાવવું દુ:ખ સહન કરવું બલિદાન આપવું અને મરણ પામવું
ગુમાવવું દુ:ખ સહન કરવું બલિદાન આપવું અને મરણ પામવું
Ebook295 pages2 hours

ગુમાવવું દુ:ખ સહન કરવું બલિદાન આપવું અને મરણ પામવું

Rating: 5 out of 5 stars

5/5

()

Read preview

About this ebook

ડગ હેવાર્ડ મીલ્સે ઘણા પુસ્તકો લખ્યા છે. ‘વફાદારી અને બિનવફાદારી’ તેમનું સૌથી વધુ વેચાણ ધરાવતુ પુસ્તક છે. તેઆશરે બે હજાર ચર્ચના સ્થાપક છે. જેનું નામ “લાઇટ હાઉસ એપલ ઇન્ટરનેશનલ” આપવામાં આવ્યું છે. ડગ હાવર્ડ મીલ્સ એ આંતરરાષ્ટ્રિય સુવાર્તિક, ઇન્ટરનેશનલ હીલીંગ જીસસ ક્રુઝેડ્ના ધર્મ સેવક અને વિશ્વભરમાં કોન્ફરન્સ કરે છે. વધારે માહિતી માટે સંપર્ક કરો www.daghewardmills.org.

Languageગુજરાતી
Release dateAug 18, 2018
ISBN9781641357135
ગુમાવવું દુ:ખ સહન કરવું બલિદાન આપવું અને મરણ પામવું
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to ગુમાવવું દુ:ખ સહન કરવું બલિદાન આપવું અને મરણ પામવું

Related ebooks

Reviews for ગુમાવવું દુ:ખ સહન કરવું બલિદાન આપવું અને મરણ પામવું

Rating: 5 out of 5 stars
5/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    ગુમાવવું દુ:ખ સહન કરવું બલિદાન આપવું અને મરણ પામવું - Dag Heward-Mills

    ગુમાવવું

    દુ:ખ સહન કરવું

    બલિદાન આપવું

    અને

    મરણ પામવું

    ડેગ હેવાર્ડ-મીલ્સ

    પાર્ચમેન્ટ હાઉસ

    નિર્દેશ ન કર્યો હોય ત્યાં સુધી બધા જ શાસ્ત્રવચનો પવિત્રશાસ્ત્ર (ગુજરાતી આવૃત્તિ- બાઈબલ સોસાયટી ઓફ ઇન્ડિયા) માંથી લીધેલ છે.

    કોપીરાઇટ © ૨૦૧૧ ડેગ હાવર્ડ-મિલ્સ

    પ્રથમ આવૃત્તિ પ્રકાશક – પાર્ચમેન્ટ હાઉસ ૨૦૧૧

    ત્રીજી આવૃત્તિ – ૨૦૧૪

    ડેગ હેવાર્ડ-મિલ્સ સંબંધી વધારે જાણવા

    હીલીંગ જીસસ ક્રુસેડ

    લખો : evangelist@daghewardmills.org

    વેબ્સાઇટ : www.daghewardmills.org

    ફેસબુક : Dag Heward-Mills

    ટ્વીટર: @EvangelistDag

    આંતરરાષ્ટ્રિય કોપીરાઇટના નિયમ પ્રમાણે બધા હક્કો સંપાદિત.

    આ પુસ્તકનો કોઇપણ ભાગ ભાષાંતાર કરવા કે છાપવા લેખીત મંજુરી વિના શક્ય નથી.

    કોઇ અવતરણમાં પુસ્તકનું કોઇ નાનું વાક્ય લઇ શકાય.

    અનુક્રમણિકા

    ૧. ચાર આત્મિક મુલાકાતો

    ૨. પ્રભુ ઇસુ ખ્રિસ્તને માટે ગુમાવવાનું દુ:ખ કેવી રીતે સહન કરવું

    ૩. ગુમાવવાની કળા
    ૪. ગુમાવવા વિષેના બે માર્ગો

    ૫. પ્રભુ તમને દુ:ખનો અનુભવ કરવાને શા માટે કહે છે

    ૬. પ્રભુ ઇસુ ખ્રિસ્તના દુ:ખ દ્વારા તમે શું પરિપૂર્ણ કરી શકો છો

    ૭. બલિદાન સામર્થ્યને કેવી રીતે પ્રગટ કરે છે
    ૮. બલિદાનના દુશ્મનો
    ૯. બલિદાન માટેનો પર્યાય
    ૧૦. બલિદાન એ ફળદ્રુપતાની ચાવી છે
    ૧૧. બલિદાન તમને અભિષેક પાસે લાવે છે
    ૧૨. બલિદાન ફારૂનને દૂર કરે છે
    ૧૩. બલિદાન તમને સેવા કાર્યમાં સ્થાન આપે છે
    ૧૪. બલિદાન તમારી સેવામાં મહિમા લાવે છે
    ૧૫. વધસ્તંભ – મરણનું પ્રતિક
    ૧૬. શા માટે તમારે વધસ્તંભનો ઉપદેશ કરવો
    ૧૭. શા માટે તમારે વધસ્તંભ ઉચકવો

    પ્રકરણ ૧

    ચાર આત્મિક મુલાકાતો

    જો કોઇ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઇઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઇ શકતો નથી.

    લૂક ૧૪:૨૬

    પ્રભુ ઇસુને અનુસરવું સહેલુ નથી. ઇસુને માટે જીવવું પણ સહેલું નથી. જો કોઇ તમને ખ્રિસ્તીપણા વિષે ખોટું શિક્ષણ આપે તો તેના પર વિશ્વાસ કરશો નહિ. ખ્રિસ્તીપણું સમગ્ર રીતે ઇસુ ખ્રિસ્તને અનુસરવા અને ખ્રિસ્ત- જેવા થવા અંગે છે!

    કારણ કે પ્રભુ ઇસુ ખ્રિસ્તના શિષ્યો બનવા માટે તેમણે જે શરતો મૂકી તે પરથી એવું લાગે છે કે જાણે ઇસુની ઇચ્છા નથી કે કોઇ તેમની પાછળ ચાલે અથવા અનુસરે. આવું કરીને જે લોકો પ્રભુ ઇસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માગતા હતા તેઓને તેમણે તેમની પાછળ ચાલવાના જોખમો વિષે ચેતવણી આપી.

    પ્રભુ ઇસુ આપણને ચેતવણી આપે છે.

    પ્રભુ ઇસુએ કહ્યુ, જો તમે મારી પાછળ ચાલવા માંગો છો તો તમારા માતા-પિતાનો, તમારા કુટુંબનો અને તમારી જાતનો નકાર કરવો પડશે. (લૂક ૧૪:૨૬)

    ઇસુએ ધનવાન માણસને કહ્યું, જો તું મારી પાછળ ચાલવા માગતો હોય તો તારી પાસે જે કાંઇ છે તે વેચી નાખ અને મારી પાછળ આવ. (માથ્થી ૧૯:૨૧).

    ઇસુએ આ પ્રમાણે પણ કહ્યુ, જો તમારે મારી પાછળ ચાલવું છે તો તમારી પાસે રહેવાનું ઠેકાણું નહી હોય કારણ કે લોંકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે પણ માણસના દીકરાને માથું મુકવાનું ઠામ-ઠેકાણું નથી.

    ઇસુએ કહ્યું, જો તમે મારી પાછળ ચાલવા માંગો છો તો તમારા કુટુંબને છેલ્લી સલામ કરવાની રજા પણ તમારી પાસે નહિ હોય. (લૂક ૯:૫૯)

    પ્રભુ ઇસુ કોઇપણ વ્યક્તિને માટે પોતાનું માપદંડ નીચું કરતા નથી

    ખરું જોતા પ્રભુ ઇસુ ખ્રિસ્ત કોઇપણ વ્યક્તિને માટે જીવન સહેલુ કરતા નથી. તેઓ કોઇના માટે પોતાના નિતીનિયમો બદલતા નથી. તે કોઇ વ્યક્તિને ખાસ પ્રાધાન્ય આપતા નથી. કારણ કે તેઓ જાણે છે કે તેઓ માનવજાતને સૌથી મોટી તક આપી રહ્યા છે. આ તક તો પ્રભુ ઇસુના લોહીમાં બચી જવાની, દેવના રાજ્યને જાણવાની અને સ્વર્ગમાં જવાની છે!

    પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવેલી આ ચેતવણી લાખો લોકો કે જેમણે પ્રભુ ઇસુના અદભુત પ્રેમનો પ્રત્યુત્તર આપ્યો છે તેઓને હલાવી શકી નથી. તેમનું અનુકરણ કરવા તેમણે અનેક કઠણ શરતો મૂકી હોવા છતાં લાખો લોકો ઇસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે.

    પ્રભુ ઇસુ ખ્રિસ્તની પાછળ ચાલવામાં આવતી અનેક ઘણી મુશ્કેલીઓ હોવા છતાં જીવંત ઇશ્વરને અને તેના પુત્ર પ્રભુ ઇસુ ખ્રિસ્તને જાણવો એ કોઇપણ મુશ્કેલીઓની તોલે આવી શકે તેમ નથી.

    જો કોઇ તમને એમ કહે કે ઇસુ પાછળ ચાલવું એ તો કેવળ આશિર્વાદો, ધન, સફળતા મેળવવા માટે છે તો તેનું સાંભળતા નહિ. તે ખ્રિસ્તીપણું નથી. કારણ કે ખ્રિસ્તીપણું એ તો ગુમાવવું, બલિદાન આપવુ, સહન કરવું અને મરણ પામવું તે છે.

    પ્રભુ ઇસુને માટે દરેક ખ્રિસ્તી વ્યક્તિએ કરવા પડતા સખત સંઘર્ષો અને સમસ્યાઓને ચાર મુખ્ય ભાગમાં વહેંચી શકાય: ગુમાવવું, બલિદાન કરવું, દુઃખ સહન કરવું અને મૃત્યુ પામવું.

    આ ચાર બાબતો દરેક ખ્રિસ્તી વ્યક્તિએ એક યા બીજી રીતે પોતાના જીવનમાં અનુભવવી પડશે જ. જે ખ્રિસ્તી વ્યક્તિ ઇસુ ખ્રિસ્ત પાછળ ચાલવા માંડે છે તે આ બાબતોથી ભાગી જશે નહિ.

    જો કોઇ વ્યક્તિ તમને બીજુ શિક્ષણ આપે તો તે ધ્યાનમાં લેશો નહિ! તે તો તમારા કાનમાં ખંજવાળ ઉભી કરશે. જો તમે ઇસુ ખ્રિસ્તના સાચા શિષ્ય છો તો એક પ્રકારે કે બીજા પ્રકારે કે કદાચ કોઈ બીજા કોઈ નામે વધસ્તંભના અનુભવનો સામનો કરવો જ પડશે.

    આપણી આ ચાર મુલાકાતો ગુમાવવું, બલિદાન આપવું, સહન કરવું અને મરણ પામવું છે. શું આ બાઇબલ આધારીત છે? હા, આપણા વિશ્વાસ, આપણા તેડા અને આપણા ગંતવ્ય સ્થાનને કારણે કઈ રીતે આપણે ગુમાવવા, દુઃખ સહન કરવા, બલિદાન કરવા અને મરી જવા નિર્માણ થયા છીએ તે અંગે નીચેની કલમો તમને દર્શાવશે.

    આ પુસ્તક આપણને એ જણાવવા માગે છે કે આ ચાર મુલાકાતો કેટલી બધી વાસ્તવિક છે. આ બાબત તમે વિચારો છો એટલી ખરાબ નથી પરંતુ અંતમાં તો એ આપણા માટે આશિર્વાદો જ છે. આ મુલાકાતો આપણા બધાને માટે કેટલી અગત્યની છે તે નીચેના શાસ્ત્ર ભાગો આપણને કઈ રીતે સ્પષ્ટતાથી જણાવે છે તે ધ્યાનમાં લો.

    ૧. ખોટ અને ગુમાવવા સાથેની તમારી મુલાકાત

    કેમ કે જે કોઇ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઇ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે.

    માથ્થી ૧૬:૨૫

    પણ જે વાનાં મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા, વળી ખ્રિસ્ત ઇસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ટતાને લીધે, હું એ બધાને હાનિ જ ગણું છું. જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું.

    ફિલીપ્પી ૩:૭-૮

    પ્રભુ ઇસુ ખ્રિસ્તને લીધે તમે ખોટ અથવા ગુમાવવાનો અનુભવ કરશો. તેનો ભાવાર્થ જે વ્યક્તિ તે બાબત અંગે વિચારવાની કાળજી લે છે તેને માટે ઘણું અગત્યનું છે.

    અ. ગુમાવવાનો અર્થ તમારે અમુક વસ્તુઓ વગર જ રહેવુ પડે. તમે જે ગુમાવ્યું છે તે પ્રાપ્ત કરવાનો કે પાછું મેળવવાનો અવકાશ કદાચ નજીવો હોય.

    બ. ગુમાવવાનો અર્થ કે ઘણી બધી વસ્તુઓ કે જે તમને ખૂબ જ જરૂર છે તે તમને ન મળે.

    ક. ગુમાવવાનો અર્થ તમારા જીવનમાં કેટલીક બાબતો તમને મળે નહિ અથવા જે મળે તેને તમે યોગ્ય રીતે સંભાળી શકશો નહિ.

    ડ. ગુમાવવાનો અર્થ તમે કેટલીક બાબતોનો ત્યાગ કરશો અને અમુક સંપત્તિને જતી કરશો..

    ૨. દુ:ખ સહન કરવાની સાથે તમારી મુલાકાત

    પ્રભુ ઇસુ ખ્રિસ્તની ખાતર દુ:ખોની સાથે તમારી મુલાકાતનો અનુભવ તમારે કરવો પડશે. દુઃખનો સાચો ભાવાર્થ શો છે તે જાણવા ઇચ્છનાર વ્યક્તિને માટે આ બાબત ખુબ જ અગત્યની છે. તમારા વિશ્વાસી જીવનમાં દુ:ખો આવવાના નથી એવું શિક્ષણ જો કોઇ તમને આપે તો તે ધ્યાનમાં ન લેશો. ઈશ્વરમાં તેઓએ મુક્યો અને તેમના પરના તેઓના વિશ્વાસને લીધે જ મહાન વ્યક્તિઓએ ખુબ જ દુ:ખ સહન કર્યા છે.

    ૧. દુ:ખ સહન કરવું એટલે તમારા જીવનમાં એવી બાબતો બને જેના દ્વારા તમને વેદના, નિરાશા, નુકસાન અથવા તમને ન ગમતી બાબત બને.

    ૨. દુ:ખ સહન કરવું એટલે તમે તમારા જીવનમાં તકલીફ દુ:ખો, સખત મહેનત અને કરકસરનો ભોગ બનવુ પડે.

    ૩. દુ:ખ સહન કરવું એટલે જીવનમાં અશુભ, પીડા, અસલામતી અને મુશ્કેલીઓનો અનુભવ કરશો.

    ૪. દુ:ખ સહન કરવું એટલે તમને સતાવવામાં આવે, વેદના આપવામાં આવે અને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનું આવે.

    કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહિ, પણ તેમની ખાતર દુઃખ પણ સહેવું, એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે; જેવું યુધ્ધ તમે મારામાં જોયું છે, અને હાલ મારામાં થાય છે એ હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.

    ફિલીપ્પી ૧:૨૯-૩૦

    માટે અમે તિમોથી, કે જે પ્રભુમાં અમારો ભાઇ અને ખ્રિસ્તની સુર્વાતાના સહભાગી; એવાને તમારી પાસે મોકલ્યો કે જે તમને તમારા વિશ્વાસમાં વૃધ્ધિ પામવાને મજબૂત કરે અને ઉત્તેજન આપે જેથી કરીને દુ:ખને લીધે કોઇપણ વ્યક્તિ ઇસુથી દૂર ન જાય કારણ કે તેને માટે જ આપણને તેડવામાં આવ્યા છે.

    અમે જ્યારે તમારી સાથે હતા ત્યારે જ તમને અગાઉથી કહ્યું હતું તેમ દુ:ખો આપણી રાહ જોઇ રહ્યા છે અને તેમજ બન્યુ. અમારા જીવનમાં દુ:ખો આવ્યા અને ગયા જેમ તમે જાણો છો તેમ.

    માટે જયારે અમારાથી વધારે સહન થઇ શક્યું નહિ ત્યારે તમને દ્રઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો, જેથી આ વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય; કારણ કે તમે પોતે જાણો છો કે એને સારુ આપણે નિર્માણ થયા છીએ.

    ૧ થેસ્સ ૩:૨-૫

    તેઓએ શિષ્યોનાં મન દ્રઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને કહ્યું કે, આપણને ઘણાં સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે.

    પ્રેરિતોના કૃત્યો ૧૪:૨૨

    (૩) બલિદાન સાથે તમારી મુલાકાત

    ઇસુ ખ્રિસ્તના લીધે બલિદાન સાથે તમારી મુલાકાત થવાની છે. બલિદાન વિષે જેને જાણવું છે તેને માટે આ બાબત ખૂબ જ મહત્વની છે. જે ખ્રિસ્તી બલિદાન સંબંધી શિક્ષણ આપતો નથી તેને સાંભળશો નહિ બલિદાન જે ધર્મના આપણે છીએ તેનો એક ભાગ છે.

    અ. બલિદાન એટલે તમારી ભૌતિક સંપત્તિ ઇશ્વરને તેની આરાધના માટે સમર્પિત કરવું.

    (બ) બલિદાન એટલે તમારી કિંમતી અને ઇચ્છીત વસ્તુને સારી વસ્તુ માટે સ્વાર્પિત કરવી.

    (ક) બલિદાન એટલે અમુક બીજી બાબતો માટે નુકશાન અથવા ગેરલાભ સહન કરવું.

    (ડ) બલિદાન એટલે તમારી વસ્તુઓ નફા વગર તમારે આપી દેવી,

    તેથી ભાઇઓ હું તમને વિનંતી કરીને કહું છું કે ઇશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા ઇશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો એ તમારી બુધ્ધિપૂર્વક સેવા છે.

    રોમનોને પત્ર ૧૨:૧

    માટે તે દ્વારા આપણે ઇશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ.

    હિબ્રૂ ૧૩:૧૫

    (૪) મરણ સાથેની તમારી મુલાકાત

    ખ્રિસ્તના લીધે મરણ સાથે તમે મુલાકાતનો અનુભવ કરશો. કોઇક મરી જશે તેવું કહેવું એ ઘણું બધુ કહેવાય. એટલા માટે પ્રભુ ઇસુએ આપણને કહ્યું કે તમારો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલો.

    અ. મરણ પામવું એટલે અસ્તિત્વ ગુમાવવું અને નિષ્ક્રિયતા આવવી.

    બ. મરણ પામવું એટલે શક્તિ અને વેગનો અંત લાવવો

    ક. મરણ પામવું એટલે ધીમે ધીમે ખલાસ થવું કે ધીમેથી કરમાઈ જવું.

    (ડ) મરણ પામવું એટલે સદાને માટે અટકી જવું.

    તેણે સઘળાને કહ્યું કે, જો કોઇ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું.

    લૂક ૯:૨૩

    "હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે દેહમાં જે મારુ જીવન તે દેવના દિકરા પરના વિશ્વાસથી જ છે; તેણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે સારુ પોતાનું અર્પણ કર્યુ.

    ગલાતી ૨:૨૦

    ખ્રિસ્ત ઇસુ આપણા પ્રભુમાં તમારે વિષે મારું જે અભિમાન છે, તેની પ્રતિજ્ઞા લઇને કહું છું કે, હું દરરોજ મૃત્યુના ભયમાં" છું.

    ૧ કોરંથી ૧૫:૩૧

    વિભાગ ૧

    ગુમાવવું

    પ્રકરણ ૨

    ખ્રિસ્તને માટે કેવી રીતે ગુમાવવું?

    વળી ખ્રિસ્ત ઇસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું અને એને લીધે મેં સઘળાનું નુકશાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું.

    ફિલીપી ૩:૮

    જેમ પાઉલે કર્યુ તેમ તમારે પણ પ્રભુ ઇસુને માટે સઘળુ ગુમાવવું પડશે. પાઉલે ગુમાવીને ઘણું દુ:ખ વેઠ્યુ. જો તમે ગુમાવશો નહિ તો તમે પામી શકશો નહિ. ઇસુ ખ્રિસ્તના બાર શિષ્યો તેમની પાછળ ચાલવાને કારણે તેઓ બધુ જ ગુમાવી બેઠા. તેમણે બધું જ છોડી દીધું. તેમણે પોતાના કુટુંબ, મિત્રો અને વ્યવસાયને ગુમાવી બેઠા. આ તેમના માટે ખુબ જ મોટી વ્યક્તિગત ખોટ હતી. કંઇક ગુમાવવાને જો તમે તૈયાર ન હોય તો તમે ઇસુની પાછળ ચાલી શકો નહિ.

    અને પિતર તેને કહેવા લાગ્યો, જો અમે બધું જ મુકીને તારી પાછળ આવ્યા છીએ.

    માર્ક ૧૦:૨૮

    તમે જે રાખી મૂકો છો તેનાથી તમારી સેવા સિમિત થઇ જાય છે. દોડવાને સાથે તમે જો કશુંક રાખો તો તમે ઝડપથી દોડી શકશો નહિ. પ્રભુની એવી અપેક્ષા છે કે આપણે બધુ મૂકી દઇને તેની પાછળ ચાલીએ. આપણે ઇશ્વરની પાછળ ચાલવા આપણાં મિત્રો, ઉંઘ, ટીવી, આપણી કારકીર્દી અને વ્યવસાયને છોડવા પડે.

    તમારે તમારા નાણાં ગુમાવવા પડશે

    સેવાકાર્યમાં જવું હોય તો નાણાં ગુમાવવાની તૈયારી રાખવી પડશે. જયારે તમે સેવામાં પ્રવેશ કરશો ત્યારે નાણાકીય લાભ ગુમાવવા પડશે. ઘણા બધા પાળકો એ સમજતા નથી કે સેવામાં તેમણે તેમના નાણાનો ભોગ આપવાનો છે. દરેક સેવકે સેવાને માટે આપવું પડશે. હા, જો તમારા પૈસા ચર્ચના નાણાંથી અલગ નથી તો તમે તે પ્રમાણે કરી શકતા નથી.

    આ બાબત ઘણી મહત્વની છે કે તમારી વ્યક્તિગત સંપત્તિ મંડળીની સંપત્તિથી અલગ રાખવામાં આવે. જો આ તફાવત સ્પષ્ટ નથી તો આપવાના આશીર્વાદને તમે ગુમાવી બેસો છો. તમારી પાસે આપવા માટે કશું જ નથી કેમ કે તમારી પાસે જે સઘળું છે તે તો મંડળીની સંપત્તિ છે. અને જે મંડળીનું છે તે તમે કઈ રીતે તેને જ આપી શકો છો?

    Enjoying the preview?
    Page 1 of 1