Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

આગેવાનીની કળા
આગેવાનીની કળા
આગેવાનીની કળા
Ebook836 pages5 hours

આગેવાનીની કળા

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ડેગ હવર્ડેમિમલ્સે ઘણાંંપસ્કોુ લખ્યા છેે.તેેમનુંંસૌથી વધ ુ વેચાયતુંંપસ્કુ “લોય્લ્ટ એન્ ડીસલોય્લ્ટ” છેે.તેેઓ લાઈટહાઉસધ ચેેપલ ઇન્રનેશિનલચર્ચના સ્થપકેે, છઅનેે તેેની બેે હજાર કરતા વધારેમંંડળીઓ છેે.
ડેગ હવર્ડેમિમલ્ આંતરરાષ્ટ્રીય સવાર્તિિકુ ેે.છતેેમજ હિલીંગ જીજસ ક્રૂઝેલેડસ અનેે કોન્રન્સમાંંઆખજગતમાંંસેેવાઓ આપેે. છ વધારેમાહિતી માટે: www. daghewardmills.org.

Languageગુજરાતી
Release dateAug 19, 2018
ISBN9781641346078
આગેવાનીની કળા
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to આગેવાનીની કળા

Related ebooks

Reviews for આગેવાનીની કળા

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    આગેવાનીની કળા - Dag Heward-Mills

    વિષયવસ્તુ

    વિષયવસ્તુ

    આમુખ

    પ્રકરણ ૧

    આગેવાની પર સઘળું નિર્ભર

    પ્રકરણ ૨

    આ જગતમાંના સારા આગેવાનોમાંના એક બનવાનો સંકલ્પ કરો

    પ્રકરણ ૩

    આગેવાનીનાં ચાળીસ અંગ્રેજી નામ

    પ્રકરણ ૪

    બાઇબલમાં આગેવાનીની ચર્ચા કેવી છે?

    પ્રકરણ ૫

    તમારે આ પ્રકારની આગેવાનીથી દૂર જ રહેવું

    પ્રકરણ ૬

    બાળકની આગેવાની

    પ્રકરણ – 7

    સ્ત્રીની આગેવાની

    પ્રકરણ – 8

    વ્યૂહરચનાનાં પગલામાં પારંગત બનો

    પ્રકરણ – 9

    અતિ મોટા તથા નાના સાથે આદાનપ્રદાન કરો

    પ્રકરણ – 10

    તમારી નૈતિકતાનું રક્ષણ કરો

    પ્રકરણ – 11

    લોકોને આશા આપો

    પ્રકરણ -12

    સત્તા વિના જ્ઞાન અને જ્ઞાન વિના સત્તાનો ઉપયોગ કદાપિ નહીં !

    પ્રકરણ-13

    ખાતરીવાળા માણસ બનો !

    પ્રકરણ-14

    તમારા વખતની રાહ જુઓ

    પ્રકરણ ૧૫

    એકાગ્રતાના રહસ્યનો ઉપયોગ કરો

    પ્રકરણ ૧૬

    પોતાના જીવનથી મહાન બાબતો પરિપૂર્ણ કરવા તમારી આસપાસના લોકોને મદદ કરો

    પ્રકરણ ૧૭

    લોકોને રાજીખુશીથી તમને આધીન થવા તૈયાર કરો

    પ્રકરણ ૧૮

    તમારી આસપાસ તમે જે જુઓ છો તેનું ઊંડાણપૂર્વક – કાળજીપૂર્વક ચિંતન કરી ધ્યાનમાં લો

    પ્રકરણ ૧૯

    શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરો

    પ્રકરણ ૨૦

    તમારી આસપાસ લોકોનો સહકાર મેળવો

    પ્રકરણ ૨૧

    હળવી અને સરળ બાબતોને બદલે કઠણ અને અઘરી બાબતોની પસંદગી કરો

    પ્રકરણ ૨૨

    નવા વિચારને વધાવવા માટે સદા તત્પર રહો

    પ્રકરણ ૨૩

    લોકોને મૂલ્યવાન ગણો

    પ્રકરણ ૨૪

    તમે વાંચી શકતા નથી તો તમે દોરવણી આપી શકતા નથી

    પ્રકરણ ૨૫

    આગળ જુઓ! ભવિષ્યને માટે તૈયાર રહો!

    પ્રકરણ ૨૬

    નવીન બાબતો સદા શીખતા રહો

    પ્રકરણ ૨૭

    તમારી શક્તિઓને જાણીને તેને પૂરજોશમાં વહેવા દો!

    પ્રકરણ ૨૮

    દીર્ઘસંઘર્ષ માટે તૈયાર રહો!

    પ્રકરણ ૨૯

    કરકસર!  તમારા નાણાને ગણો !

    પ્રકરણ ૩૦

    સત્ય બોલો

    પ્રકરણ ૩૧

    મહાન કારકિર્દીની નાની શરૂઆતને ઓળખો

    પ્રકરણ ૩૨

    લોકો સાથે સમાનતાનો વ્યવહાર કરો તેમ છતાં ભેદ સ્પષ્ટ કરો

    પ્રકરણ ૩૩

    સામાન્ય રીતે ભવિષ્યની આગાહી કરો

    પ્રકરણ ૩૪

    કડવાશ વડે તમારી જાતને ઝેરીલી બનવા દેશો નહિ

    પ્રકરણ ૩૫

    લોકોનાં મનને બદલો

    પ્રકરણ ૩૬

    જે દરેક બાબતો બની રહી છે તે વિષે થોડી જાણકારી રાખો

    પ્રકરણ ૩૭

    આગેવાન, કેટલીક લાગણી બતાવો

    પ્રકરણ ૩૮

    યોગ્ય કારણ માટે અને યોગ્ય સમયે તમારી તક ઝડપી લો

    પ્રકરણ ૩૯

    વ્યકિતગત એ ટોળા સાથે જોડાઓ

    પ્રકરણ ૪૦

    ઈતિહાસના અભ્યાસ દ્વારા જુવાની અને બિનઅનુભવના ગેરલાભો પર વિજય મેળવો

    પ્રકરણ ૪૧

    જવાબદારી લો અને હિસાબ આપો

    પ્રકરણ ૪૨

    તમારી શક્તિના સ્રોતનો કદી ત્યાગ ન કરો!

    પ્રકરણ ૪૩

    નિર્ણય લેનાર બનો! આગેવાનનો એ સૌથી મહાન ગુણ છે.

    પ્રકરણ ૪૪

    ટેવોની શક્તિ જાણો અને સુટેવોને વિકસાવો

    પ્રકરણ ૪૫

    તમે ક્યાં છો તે જાણો ! તમે ક્યાં નથી તે જાણો ! અને તમે જાણશો કે તમે ક્યાં જશો !

    પ્રકરણ ૪૬

    સ્વયંસ્ફુરિત બનો. બાહ્ય રીતે દિશાસૂચનો કે પ્રોત્સાહનની અપેક્ષા ન રાખો

    પ્રકરણ ૪૭

    નરમ બનો, અક્કડપણું ભારે પડે છે!

    પ્રકરણ ૪૮

    તમારા સમૂહને આદેશ આપો!

    પ્રકરણ ૪૯

    તમારી અગ્રિમતાઓને સંતુલિત કરો

    પ્રકરણ ૫૦

    જૂથકાર્યના તાર્કિક નિયમ વડે જીવો

    પ્રકરણ - ૫૧

    કેટલીકવાર ક્રોધિત થાઓ

    પ્રકરણ – ૫૨

    શિક્ષણના પ્રભાવ દ્વારા જે લોકોને તમે દોરવણી આપી રહ્યા છો તેમને અંકુશમાં રાખો.

    પ્રકરણ – ૫૩

    મહાન આગેવાન બનવા માટે વધારાના માઇલ ચાલો

    પ્રકરણ – ૫૪

    અસ્તિત્વ ટકાવી રાખવા તમે શું કર્યું છે?

    પ્રકરણ – ૫૫

    બીજાના કૃપાદાનોનો સ્વીકાર કરો

    પ્રકરણ -  ૫૬

    સર્જનાત્મક બનો

    પ્રકરણ – ૫૭

    સિદ્ધાંતોને માન આપો અને તમે મહાન સંસ્થા ઊભી કરશો

    પ્રકરણ – ૫૮

    તમે જેમની આગેવાની કરી રહ્યા છો તેમના તરફથી કેટલાં નાણાં પ્રાપ્ત થશે તેનો વિચાર ના કરો

    તમે તેમને કેટલી મદદ કરી શકશો તેનો વિચાર કરો

    પ્રકરણ – ૫૯

    તમારા પ્રભાવમાં વૃદ્ધિ પામો

    પ્રકરણ  - ૬૦

    તમારી અંગત-વ્યક્તિગત કહેવતો કે ગૂઢ ઉક્તિઓ વિકસાવો

    પ્રકરણ – ૬૧

    તમારા અનુયાયીઓ વતી સત્તાધારીઓ સાથે વાટાઘાટ કરો

    પ્રકરણ – ૬૨

    લોકોને મોટાં સમર્પણો આપવા સમજાવો

    પ્રકરણ – ૬૩

    તમારી સાથે પ્રત્યેકને શિખર પર લઈ જાઓ

    પ્રકરણ – ૬૪

    જો તમે આગેવાન હોય તો કંઈક બાંધો!

    પ્રકરણ – ૬૫

    તમારા દર્શન અને ઉદ્દેશ પ્રત્યે સતત જાગૃત રહો

    પ્રકરણ- ૬૬

    હંમેશા એક ડગલું આગળ રહો

    પ્રકરણ – ૬૭

    ખલેલને ટાળો

    પ્રકરણ- ૬૮

    તમારી ગેરહાજરીમાં પણ તમને આધીન રહેવા લોકોને તૈયાર કરો

    પ્રકરણ- ૬૯

    સાપની જેમ સંતાયેલા રહીને ફૂલો-ફાલો

    પ્રકરણ-૭૦

    તમારા લોકો સંબંધીની અફવાઓ, શંકાઓ અને વિવાદો પર વિજય મેળવો

    પ્રકરણ ૭૧

    તે નિર્ણય કરો ! મોટાભાગના નિર્ણયો બે ખરાબ વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની સામેલગીરી હોય છે !

    પ્રકરણ ૭૨

    ખરાબ બાબતો જાહેર કરીને તમારા સેવાકાર્યનો નાશ કરશો નહિ

    પ્રકરણ ૭૩

    બનાવટી આગેવાનીથી દૂર રહો

    પ્રકરણ ૭૪

    થકાવટ અને કંટાળાથી સાવધાન!

    પ્રકરણ ૭૫

    ઘરેલું જીવન પર કાબુ ધરાવો

    પ્રકરણ ૭૬

    પ્રામાણિક બનો, ઢોંગી ના બનશો

    પ્રકરણ ૭૭

    મદદને માટે તમારી જરૂરિયાત જાણી લો

    પ્રકરણ ૭૮

    હિંમતવાન બનો! નીડર બનો !

    પ્રકરણ ૭૯

    તમને અનુસરનાર લોકોને કયાંકથી મેળવો

    પ્રકરણ ૮૦

    વધારે અનુયાયીઓ મેળવવા માટે કૃપાસહિત સત્યને ભેળવો

    પ્રકરણ ૮૧

    આગેવાનના મહત્તમ આઠ નિર્ણયો

    પ્રકરણ ૮૨

    તમારા તારણ હારની કાળજીપૂર્વકની પસંદગી

    પ્રકરણ ૮૩

    લોકોને પ્રેરણા આપો

    પ્રકરણ ૮૪

    ઉકેલ શોધો અને સમસ્યાઓનું નિરાકરણ કરો

    પ્રકરણ ૮૫

    વિચારશીલ બનો

    પ્રકરણ ૮૬

    બીજાઓમાં તમારી જાતને રજૂ થવા દો

    પ્રકરણ ૮૭

    કરી-શકનાર આગેવાન બનો

    પ્રકરણ – 88

    એકલતાની વાસ્તવિકતાને સ્વીકારવી

    પ્રકરણ – 89

    જેઓએ તમને મદદ કરી છે તેમને ભૂલી ન જાઓ

    પ્રકરણ – 90

    તમારા દર્શનને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરો.

    પ્રકરણ – 91

    પહેલા તમે તેઓની મધ્યે જાઓ, લોકો દરેક જગ્યાએ તમને અનુસરશે.

    પ્રકરણ – 92

    તમારા અનુયાયીઓ ને તમને પ્રેમ કરતા શીખવો. કાળજી રાખો કે તેઓ તમારા પ્રત્યે માઠું ન લગાડે

    પ્રકરણ – 93

    અસંતોષને શોધી કાઢો અને તેનો નિર્ણાયક ઉકેલ લાવો

    પ્રકરણ – 94

    ટીકા કરનારા લોકો પાછળ સમય ન બગાડો.

    પ્રકરણ – 95

    સુપરિચિતતા એ આગેવાની માટે કટોકટી (નો સમય) છે, ત્વરિત તેની તરફ પગલું ભરો.

    પ્રકરણ – 96

    તમે જીતી શકો એટલા જ યુદ્ધ લડો.

    પ્રકરણ – 97

    તમારા માર્ગદર્શન માટે લક્ષણો અને ચિહ્નોનો ઉપયોગ કરો.

    પ્રકરણ – 98

    વિશ્વાસુ આગેવાન બનો

    પ્રકરણ 99

    વિરોધ અને અણગમાને હરાવો.

    પ્રકરણ 100

    બધા જ પ્રકારના લોકો સાથે ભળો. એવા લોકો પણ જેઓ તમારા પ્રકાર ના ન હોય.

    પ્રકરણ 101

    કૃતધ્નતા પ્રત્યે આશ્ચર્ય ન અનુભવો.

    પ્રકરણ – 102

    લોકોને તમને જાણવા દો જેથી તેઓ તમારા પર વિશ્વાસ મૂકે અને તમને અનુસરે

    પ્રકરણ – 103

    નમૂનો આપવા દ્વારા લોકો પર અસર ઉપજાવો

    પ્રકરણ – 104

    તમારી ઈચ્છાને તમારા આગેવાનીના તેડા તરીકે ઓળખો.

    પ્રકરણ – 105

    એક કટોકટીની સ્થિતિમાંથી બીજી તરફ દોડશો નહિં.

    પ્રકરણ – 106

    હંમેશા યાદ રાખો : જ્યાં સુધી આપણે બધા જીતીએ નહીં ત્યાં સુધી કોઈ જીતતું નથી

    પ્રકરણ – 107

    ઘણાં લોકોના નામ જાણો

    પ્રકરણ – 108

    તમારામાં રોકાણ કરો

    પ્રકરણ – 109

    પ્રકરણ – 110

    મહાન સિદ્ધિઓ મોટી શિસ્ત માંગે છે.

    પ્રકરણ – 111

    મહાન આગેવાનની હાજરીમાં દરેક ક્ષણની કિંમત કરો.

    પ્રકરણ – 112

    હાથમાં લો!/હવાલો લો!

    પ્રકરણ – 113

    નાણાં ઉભા કરવાની કળામાં નિપુણ બનો.

    પ્રકરણ 114

    દયાળુ બનો

    પ્રકરણ – 115

    વિશ્વાસઘાતી મિત્રતાનો નકાર કરો.

    પ્રકરણ 116

    તમારી આસપાસના લોકો કરતાં વધુ પરિશ્રમ કરો

    પ્રકરણ – 117

    નમ્રતાથી શરૂઆત કરો અને નમ્રતામાં પૂર્ણ કરો.

    પ્રકરણ – 118

    તમારામાં વિશ્વાસ મૂકવા લોકોમાં વિશ્વાસ જગાવો.

    પ્રકરણ – 119

    પુષ્કળ બોલો, અથવા કંઈ ન કહો.. એ તમે કોની સાથે વાત કરો છો તે પણ આધાર રાખે છે.

    પ્રકરણ – 120

    દરજ્જો (સ્થાન) ના સિદ્ધાંતનો સ્વીકાર કરો.

    પ્રકરણ – 121

    તમારી આસપાસના લોકોને વધુ સારા માનવીઓમાં બદલી નાંખો.

    પ્રકરણ – 122

    યોગ્ય ભૌગોલિક સ્થાન તરફ આગળ વધો.

    પ્રકરણ – 123

    તમારી દૈનિક ઈચ્છાઓ અને લાગણીઓ પર કાબૂ રાખો. દૈનિક ઈચ્છાઓ/લાગણીઓને કાબૂમાં નહિં રાખવાનાં જોખમો.

    પ્રકરણ 124

    આદર્શવાદ અને વાસ્તવિકતા વચ્ચેના ભેદને સમજો

    પ્રકરણ – 125

    તમારી સંસ્થામાં કામ કરતા વિવિધ પ્રકારના કર્મચારીઓને ઓળખો.

    પ્રકરણ – 126

    લોકોને સાથે લઈને ચાલવાની કલાને વિકસાવો.

    પ્રકરણ 127

    હિસાબ આપવાના દિવસના સંબંધમાં સતત વિચારો.

    આમુખ

    મને ડૉ. ડૅગ હેવર્ડ-મિલ્સના નવા પુસ્તક નામે ‘આગેવાનીની કળા’ને તમારી સમક્ષ રજૂ કરવાનું ગમશે. આ પુસ્તક અદ્ભુત ઉત્સાહથી ભરેલું છે. આ પુસ્તકની આગ્રહભરી ભલામણ કરું છું.

    ડૅગ હેવર્ડ-મિલ્સ પરમેશ્વરના તેજસ્વી સેવક છે અને તેમણે જે શીખવ્યું છે તેનો ઉત્તમ નમૂનો આ મહાન પુસ્તકમાં છે. તેઓ પોતે એ ધોરણો મુજબ જીવ્યા છે અને ઉત્કૃષ્ટ આગેવાનીના રાજમાર્ગ પર અસંખ્ય લોકોને તે આગેવાની આપતા રહેશે. જ્યાં આપણે આપણી જાતને લઈ જઈ શકતા નથી ત્યાં બીજાઓને દોરી લઈ જઈ શકતા નથી, અને એમ આ પુસ્તક મંડળીના ઇતિહાસના મહાન આગેવાનોના માર્ગનું શબ્દચિત્ર રજૂ કરે છે.

    તે આગેવાની માટેની પૂર્વશરતો અને પ્રત્યેક કાર્યદક્ષ આગેવાનના ધ્યેયો પ્રગટ કરે છે. આ પુસ્તક બાઇબલ પર આધારિત છે, અને ઈશ્વરના વચનોમાં જે પડકારો છે તેને જ કેવળ સમાવે છે.

    ડૉ. ડૅગ હેવર્ડ-મિલ્સ એમની દીર્ઘકાલીન સેવા દરમ્યાન ઘણાં મહાન સત્યો શીખ્યા છે. તેમણે અન્યોને આગેવાનીમાં દોરી ગયા છે અને લાઈટ હાઉસ ચેપલ મારફતે દુનિયાભરમાં ઘણાંઓને તૈયાર કર્યા છે. તે અનેક પુસ્તકો લખનાર લેખક છે તથા અધિવેશનના મુખ્ય તરીકે એમની સારી એવી માંગ છે.

    મંડળીની વૃદ્ધિના આંતરરાષ્ટ્રીય સેવાકાર્યમાં તે આપણા સૌને માટે સાચી પ્રેરણા બન્યા છે. અને આપણી સંચાલક સમિતિના આદરણીય સભ્ય છે.

    તેમનું જ્ઞાન, સમજ અને એમનો અનુભવ આપને પ્રેરિત કરી શકશે, જેમ તે ખ્રિસ્તને અનુસરે છે તેમ એમને અનુસરો તો. ડૅગ હેવર્ડ-મિલ્સને ઈસુ ખ્રિસ્તના શિષ્યો બનાવવાનું પસંદ છે જે મંડળીમાં ભવિષ્યના આગેવાનો બનશે.

    આગેવાનીની કળા તમને માર્ગ બતાવશે અને ખરા આગેવાનના રહસ્યોની માર્ગદર્શિકા પૂરી પાડશે. એ તો એક કળા છે અને એ રીતે તે શીખવી જ રહી. આજની મંડળીમાં અને નવી સદીની મંડળીમાં મહત્ત્વની આગેવાનીની કળા સંબંધી જે અનિવાર્ય તથા જે શીખવાની તમે ઇચ્છા રાખો છો તે સઘળું આ પુસ્તક તમને શીખવશે.

    નવેમ્બર ૨, ૨૦૧૧.             

    ડૉ. ડેવિડ યૉન્ગી ચૉ, વરિષ્ઠ પાળક

    યૉઇદો ફુલ ગોસ્પલ ચર્ચ

    સેઓલ, સાઉથ કોરિયા

    પ્રકરણ ૧

    આગેવાની પર સઘળું નિર્ભર

    જુઓ, સૈન્યોનો પ્રભુ યહોવા યરૂશાલેમમાંથી તથા યહૂદિયામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઈ લેનાર છે; શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોષી તથા વડીલ, સૂબેદાર તથા પ્રતિષ્ઠિત પુરુષ, મંત્રી તથા નિપુણ કારીગર તથા ચતુર ઈલમીને [તે લઈ લેશે]. હું બાળકોને તેમના અધિકારીઓ થારાવીશ, અને બાળકો તેમના પર રાજ કરશે. લોકો એકબીજા પર, ને દરેક જન પોતાના પડોશી પર જુલમ ગુજારશે; છોકરો વડીલનો, ને નીચે માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે. [તે વેળાએ] માણસ પોતના ભાઈને તેના બાપના ઘરમાં પકડીને કહેશે, તારી પાસે વસ્ત્ર છે, ચાલ, તું અમારો અધિપતિ થા, આ ખંડિયેર તારા હાથ નીચે રહો. ત્યારે તે બોલી ઊઠશે; હું તો સુધારનાર થવાનો નથી; વળી મારા ઘરમ કંઈ નથી, ને કંઈ નાથી; તમે મને લોકનો અધિપતિ ઠરાવશો નહિ. મારા લોક પર તો તેના બાળકો જુલમ કરે છે, ને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે! અરે મારા લોક! તમારા ચાલવાના માર્ગ નષ્ટ કર્યા છે.

    યશાયા ૩:૧-૭,૧૨

    કોણ આગેવાની પર નિર્ભર છે?

    1.   મંડળી એની આગેવાની પર નિર્ભર છે

    યથાર્થ આગેવાનીના અભાવે મંડળીમાં પાપ, દુષ્ટો તેમજ જૂઠા આગેવાનોમાં વીજળી વેગે મોટાપાયે વધારો થાય છે. મંડળીમાં સાચા આગેવાનોની અછતના કારણે અનેક લોકો તેમના આત્માઓ ગુમાવે છે, મૃત્યુ પામે છે અને નરકમાં જાય છે. કેવી રીતે આમ બને? મંડળીમાંનો સાચો આગેવાન મંડળીના લોકોને આત્માઓ જીતવાના અને મિશનરી કાર્યમાં દોરી જાય છે. જ્યારે પણ મંડળીની આગેવાની મંડળીના ખોવાયેલા અને નાશ પામતા આત્માઓ માટે કાળજી લેવાનું બંધ કરે છે ત્યારે જૂઠા ધર્મો અને વૈકલ્પિક વિશ્વાસ ચૂપકીદીથી અંદર પ્રવેશે છે અને કબજો જમાવી લે છે.

    મસ્તક વિનાનું ધડ એ શરીર નથી. યથાર્થ આગેવાની વિનાની મંડળી સાચે જ દયનીય છે! યથાર્થ આગેવાની વિનાનું રાષ્ટ્ર શાપિત છે! એ સાચું છે કે પ્રત્યેક રાષ્ટ્રનો ઉદય અને અસ્ત એના આગેવાન પર આધારિત છે.

    મંડળીમાંની મોટાભાગની ખરાબ પરિસ્થિતિનું કારણ ઉમદા આગેવાનીનો અભાવ ગણી શકાય. મજબૂત આગેવાનીના અભાવનું પરિણામ મોટાભાગે ફાટફૂટ અને કૌભાંડો હોય છે. પવિત્રશાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે આગેવાનોને લઈ લેવા મારફતે ભૂમિને શાપ આપ્યો હતો. આગેવાની પર મંડળીનો ઉદય અને અસ્ત સંકળાયેલો છે.ઉત્કૃષ્ઠ અને મજબૂત આગેવાની હેઠળ મંડળી મહામંડળી તરીકે વૃદ્ધિ પામશે. ખરાબ આગેવાની હેઠળ મંડળીઓ કંઈ જ વૃદ્ધિ પામતી નથી, ભલેને મંડળીના પાળક ખરેખર અભિષિક્ત હોય. તમે કેટલીયવાર એવું જોયું છે કે અભિષિક્ત સેવક હોવા છતાં ખોટી આગેવાનીનાં ગુણો ધરાવતા હોય. એમનું સેવાકાર્ય ખોટી આગેવાનીના ગુણોને લીધે મોટાભાગે અંધાધૂંધીમાં પતન પામે છે.

    આગેવાની એ એક કળા છે. તે દુનિયાદારી (ઐહિક) વિષય છે જે સુવાર્તાના સેવકોએ સમજવાની જરૂર છે. લખવા અને વાંચવાની ક્ષમતા એ આઘ્યાત્મિક બાબત નથી; તે દુનિયાદારી (ઐહિક) આવડત છે જેને શીખવી ૫ડે છે. તેની આવડત વિના તમે આ જગતમાં ક્યાંય ચાલો નહિ. એ જ બાબત આગેવાની સંબંઘી છે ! આગેવાનીના જ્ઞાન તથા આવડત વિના તમારું સેવાકાર્ય ક્યાંય નહિ ચાલે.

    2.   પ્રત્યેક રાષ્ટ્ર તેની આગેવાની પર નિર્ભર છે

    આ ૫વિત્રશાસ્ત્રમાં ઇશ્વર યરુશાલેમ અને યહૂદાહ ૫ર ભારે ન્યાયશાસન લાવવાનું ભવિષ્ય ભાખે છે. ઈશ્વરે એ બંને રાષ્ટ્રોને શિક્ષા કરવાનું અને તેમનો નાશ કરવાનું નક્કી કર્યું હતું. તે કેવી રીતે કર્યું હતું ? ૫વિત્રશાસ્ત્ર એકદમ સ્પષ્ટ રીતે તેનું બયાન કરે છે.

    કેટલાંક વર્ષો ૫હેલાં મારા એક મિત્રને આવનારી ચૂંટણીમાં મત આ૫વા સંબંઘી પૂછ્યું હતું. તે ખચકાતો હતો. તેથી મેં એને સીઘો પ્રશ્ન પૂછ્યો.  મેં પૂછ્યું, શું તું પ્રમુખ ક ને વોટ આપીશ ?

    એ સમયે તેણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, જો મારે તમારા ચાર વર્ષના દીકરા ડેવીડ અને પ્રમુખ ક ની વચ્ચે પસંદગી કરવાની હોય તો હું ચોક્કસ તમારા ચાર વર્ષના દીકરાને મત આપું.

    તેણે બોલવાનું ચાલુ રાખ્યું, હું વ્યક્તિ તરીકે પ્રમુખ કરતાં બકરીને મત આપવાનું પસંદ કરીશ.

    એ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મારો દીકરો કે બકરી બંનેમાંથી એકેય આપણા રાષ્ટ્રને વિશેષ મદદ કરવા સક્ષમ નથી. બાલિશ કે બાળક જેવી કે વ્યક્તિએ કહ્યું તેમ બકરી જેવી આગેવાની હોવી એ ખરેખર શાપ છે. આવી અયોગ્ય અને જી હજૂરિયા આગેવાનો હોવાનું શું ૫રિણામ આવે ? પવિત્ર બાઇબલ પાસે તેનો જવાબ છે.

    લોકો એકબીજા પર, ને દરેક જન પોતાના પડોશી ૫ર જુલમ ગુજારશે; છોકરો વડીલનો, ને નીચ માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે (યશાયા ૩:૫).

    શું તમે આવું દૃશ્ય ક્યાંક જોયું નથી – જુલમ, અન્યાય, ધાકધમકી અને દરેક પ્રકારની દુષ્ટતાનો ઝડપી વધારો ? આફ્રિકામાંના બળવાનો ઉદય અને યુરોપ તથા અમેરિકામાં હજારો યુવાનો માદક દ્રવ્યોની સંસ્કૃતિમાં હોમાઇ રહ્યા છે તે શું આપે છે ? રાષ્ટ્રમાં જ્યારે જૂજ અથવા ઉમદા આગેવાની ન હોય ત્યારે તકસાધુ આગેવાનો, બળવા અને યુદ્ઘખોરોનો ઉદય તમને જોવા મળશે.

    3.   સમાજ તેની આગેવાની પર નિર્ભર છે

    ઇશ્વર સમાજમાંથી દરેક પ્રકારના આગેવાનો લઈ લેવાના હતા. સમાજ આગેવાનો વિનાનો તજી દેવામાં આવનાર હતો. સર્વસમર્થ પ્રભુ આ સિદ્ઘાંત ખૂબ સારી રીતે જાણે છે : આગેવાન નહિ, વૃદ્ઘિ નહિ ! આગેવાન નહિ, વિકાસ નહિ ! આગેવાન નહિ, આશીર્વાદ નહિ ! આગેવાન નહિ, છુટકારો નહિ ! ઈશ્વર જાણે છે કે સમાજમાંથી આગેવાની દૂર કરી દેવાથી સમાજ ન્યાયશાસનમાં આવી પડે છે. આનું કારણ એ છે કે સઘળાંનો ઉદય અને અસ્ત આગેવાની પર છે.

    સર્વસમર્થ ઈશ્વરે કોઈક વ્યક્તિ, રાષ્ટ્ર કે લોક સમુદાય પર અભૂતપૂર્વ અતિશય ભયંકર ન્યાયશાસન છોડી મૂક્યું હોય તો તે એ છે કે આગેવાનો ના હોવા. જો તમે આ શાસ્ત્રપાઠને નજીકથી તપાસો તો તમે જોઇ શકશો કે ઈશ્વરે સમાજમાંથી દરેક પ્રકારના આગેવાનોને દૂર કરવાનું ભવિષ્ય ભાખ્યું હતું.

    ... યહોવા દૂર કરે છે ... શક્તિ શૂરવીર પુરુષ, લડવૈયા, ન્યાયાધીશ, પ્રબોધક, ચતુર, વડીલ, સુબેદાર, માનવંત પુરુષ, છટાદાર વક્તા ...

    જો તમે ધ્યાનથી આ યાદીનો અભ્યાસ કરો, તો તમે એ જાણીને ગભરાશો કે સમાજ કોઈપણ રીતે આગેવાની આપે તેવા તમામ આગેવાનો વિનાનો છોડી દેવાયો છે. ડાહ્યા લોકો લઈ લેવાયા હતા. સમાજમાંથી એ બધાને દૂર કરી દેવાયા હતા. એને હું તો માથા વિનાનો સમાજ કહું છું.

    4.   પ્રત્યેક કુટુંબ આગેવાની પર નિર્ભર છે.

    કુટુંબ ઘનવાન કે ગરીબ બને છે તેનો આઘાર પિતાની આગેવાની પર છે. દરેક પ્રકારના સર્વ આગેવાનોને દૂર કરીને ઈશ્વરે એના લોકને સૌથી ઉગ્ર ન્યાયશાસન આપી શકે છે. તમે જાણો છો કે પ્રકૃતિ ખાલીપણાને (અવકાશ) સખત રીતે ઘિક્કારે છે. સાચા આગેવાનોને સ્થાને જૂઠી આગેવાનીના ઉદયનું યહોવાએ ભવિષ્ય ભાખ્યું.

    હું બાળકોને તેમના અઘિકારીઓ ઠરાવીશ, અને બાળકો તેમના પર રાજ કરશે....

    પિતાઓ તેમની આગેવાની ભજવવાને બદલે બાળકો અને ઘાવણાંઓ માર્ગે દોરશે. આ બાળકો અને ઘાવણાંઓ પાંગળા અને વ્યર્થ આગેવાનો દર્શાવે છે. એ સ્પષ્ટ છે કે નાનું બાળક પોતાના મળત્યાગ પર અંકુશ રાખી શકતું નથી તે કેવી રીતે રાષ્ટ્ર પર રાજ કરી શકે.

    5.   ખંડ તેની આગેવાની પર નિર્ભર છે

    હું મારા મિત્રો સાથે અવારનવાર આફ્રિકા ખંડના દેશો સંબંઘી ચર્ચામાં ઉીતરું છું. આફ્રિકામાં વિકાસનો અભાવ તથા ગરીબીથી મને સતત આશ્ચર્ય થાય છે, હું મારી જાતને પૂછું છું, આ તે કેવું ? શું આપણે આપણા રસ્તાઓ પણ બાંઘી શકતા નથી ? આપણને આપણા રસ્તાઓ તથા જાજરૂ બાંઘી આપવા માટે કેમ વિદેશી કંપનીઓની જરૂર છે ? યુરોપીઅન દેશોમાં જશો તો ત્યાં એ દેશોમાં વિદેશી કંપનીઓ રસ્તાઓ કે જાજરૂ બાંઘવામાં કાર્યરત હોય એ અજુગતું લાગે. વિકાસશીલ દેશોમાં શા માટે અતિ પીડા અને માંદગી હોય છે ?

    ગરીબ અને અસ્થિર દેશોની ૫રિસ્થિતિને સમજાવવા માટે ઘણા સિદ્ઘાંતો રજૂ કરાય છે. કેટલાક લોકો કહે છે કે કાળા માણસો અભિશાપ છે. બીજાઓ દાવો કરે છે કે લોકશાહીના અભાવનું પરિણામ છે. અને કેટલાક એવું પણ માને છે કે આફ્રિકા ખંડ પર અભિશાપ રહેલો છે. હું માનું છું કે દેશોની ગરીબીના મામલામાં મુખ્ય કારણ ઉત્તમ આગેવાનોનો અભાવ છે.

    જ્યારે પણ ઉત્તમ આગેવાન છે ત્યાં તમે અસાઘારણ વિકાસની માત્રા અને સમૃદ્ઘિ ઘ્યાને આવશે. આગેવાનોની ગેરહાજરી બે જગતોમાં સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે. તમે લૌકિક કે ઐહિક જગતમાં આગેવાનોની ગેરહાજરી ઘ્યાનમાં લેશો. તમે આઘ્યાત્મિક કે મંડળીની દુનિયામાં પણ આગેવાનોની ગેરહાજરી નોંઘી શકશો. જ્યારે મંડળીની દુનિયામાં આગેવાનીનો અભાવ જોવા મળે છે ત્યારે તમે એ જ ચિહ્નો જોશો જેમ કે સેવાકાર્યમાં વિકાસનો અભાવ, ગરીબી, શિક્ષણનો અભાવ, જ્ઞાનનો અભાવ અને પાપનો વીજળી વેગે વઘારો.

    જીવનના દરેક સ્તરે આગેવાનોની જરૂર છે. ઐહિક જગતમાં શ્રદ્ઘેય આગેવાનીની જરૂરિયાત છે. મંડળી જગતમાં શ્રદ્ઘેય આગેવાનોની જરૂરિયાત છે. મારી એ પ્રાર્થના છે કે પ્રભુ તમને તથા બીજા ઘણાઓને તમારી પેઢીને માટે સાચા આગેવાનો તરીકે ઉીભા કરશે!

    પ્રકરણ ૨

    આ જગતમાંના સારા આગેવાનોમાંના એક બનવાનો સંકલ્પ કરો

    જો તમે એવું માનો છો કે તમને સેવાકાર્યને માટે તેડવામાં આવ્યા છે તો તમે આગેવાની માટે પણ તેડાયેલા છો. એથી આ પુસ્તક તમારા જીવનને માટે અતિ મહત્ત્વનું છે; એ માટે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ઉત્તમ આગેવાન બની રહો. પાઉલે તિમોથીને ઉત્તમ આગેવાન બનવા માટે ચોક્કસ બાબતો કરવાનું લખ્યું અને કહ્યું. ઉત્તમ અને અઘમ બંને પ્રકારના સેવકો છે. ઉત્તમ સેવક બનવાનો નિર્ઘાર કરો !

    ...ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ.....

    ૧ તિમોથી ૪:૬

    જો તમે તમારા સેવાકાર્યમાં પ્રભાવશાળી બનવું હોય તો તમારે અચૂક આગેવાનીનો અભ્યાસ કરવો રહ્યો. હું જ્યારે પણ પુસ્તકની દુકાને જાઉં છું ત્યારે આગેવાનીના વિભાગ ભણી મારી જાતને ખેંચાતી અનુભવું છું. મેં આગેવાની પરનાં અનેક પુસ્તકો વાંચ્યાં છે, મેં આ બઘા જ મહત્ત્વના વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. હું ઉત્તમ આગેવાન બનવા ઈચ્છું છું. જેમ પાકેલી કેરી આંબા પરથી આપમેળે નીચે પડે તેવી રીતે સારી બાબતો આપોઆપ તમારામાં આવી જતી નથી. તમારે જ અભ્યાસ કરીને એ શોઘી કાઢવું રહ્યું કે જે સર્વ તમારે શીખવાનું છે.

    એ વાત જગજાહેર છે કે ચારેતરફ ઘણા ઉત્તમ આગેવાનો નથી. જો આપણે ત્યાં હોઈએ તો તમે અને હું કોઈપણ જાતની વઘારે મુશ્કેલી વગર તેને દર્શાવવા સક્ષમ છીએ ! હું માનું છું કે શા માટે ખૂબ ઓછા આગળ પડતા આગેવાનો છે એનાં ઘણાં કારણો છે, પરંતુ આપણે લોકો શા માટે પ્રથમ સ્થાનના આગેવાનો બનવાની ઈચ્છા રાખતા નથી એનો અભ્યાસ કરતાં શરૂઆત કરીએ !

    આગેવાન બનવા માટે અંતરાયો પર વિજય મેળવો

    1.     આગેવાની માટે તમારા તેડાના અજ્ઞાન ઉપર વિજય મેળવો

     તેઓને એની જાણ જ નથી કારણ કે તેમને એ સંબંઘી કહેવામાં આવ્યું નથી ! તેમને એની પણ ખબર નથી કે તેઓમાં દોરવાની આવડત છે. કેટલાક લોકો માને છે કે કેવળ જૂજ લોકો જ દોરવણી આપવા જન્મે છે. હું પોતે એવું માનતો નથી કે ગણ્યાગાંઠ્યાં લોકો દોરવણી માટે જન્મે છે. હું માનું છું કે ઘણા બઘા લોકો દોરવાની આવડત સાથે જન્મે છે પરંતુ તેઓ આગેવાનો બનવા માટેની કિંમત ચૂકવવા રાજી નથી.

    એમ જેઓ છેલ્લા તેઓ પહેલા, અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.

    માથ્થી ૨૦:૧૬

    કેમ કે તેડેલા ઘણા છે, પણ પસંદ કરેલાં થોડાં [છે].

    માથ્થી ૨૨:૧૪

    પવિત્ર બાઈબલ આપણને શીખવે છે કે ઘણાને સેવા કરવા તેડવામાં આવ્યા છે. જે કોઇ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવાકાર્યથી પોતાની જાતને ભરી દે છે તે આપમેળે/આપોઆપ આગેવાન બને છે. સુવાર્તાના સેવકે (પ્રચારકે) સર્વ સમયે આગેવાનીનાં ગુણ લક્ષણો અને આવડતો જાહેર રીતે દેખાડવાનાં છે.

    જો તમે તેમની સેવા માટે તેડાયેલા છો તો પછી તમે આગેવાન થવા માટે પણ તેડાયેલા છો. તમે તેને હડસેલી શકતા નથી !

    2.     તમને આગેવાન બનતા અટકાવરૂ૫ દોષારોપણો પર જીત મેળવો.

    આગેવાનોને અવારનવાર અતિ મહાત્ત્વાકાંક્ષીપણાનો દોષ લગાડાય છે. આગેવાનોને અવારનવાર અતિ મહત્ત્વાકાંક્ષી બનવાના દોષથી નવાજવામાં આવે છે. તેઓને સતત બદ ઈરાદાઓ ઘરાવનાર તરીકે દોષ દેવામાં આવે છે. જ્યારે મેં સાંભળ્યું કે હું નાણાં માટે સેવાકાર્ય કરું છું એવો આરોપ કેટલાક લોકો મૂકે છે ત્યારે મને ધણું અચરજ થયું હતું. પણ ઈશ્વરે મારી સાથે વાત કરી અને મને કહ્યું કે મને દોષિત ઠરાવવામાં આવે તેને અટકાવી શકાય તેમ નથી. પ્રત્યેક ઉત્તમ આગેવાનના ઘણા શત્રુઓ હોય છે. ઉત્તમ આગેવાનીનાં લક્ષણો એ છે કે આયોજન મુજબ આગળ વઘે છે અને દિશા ૫કડી રાખે છે. આનો અર્થ એ છે કે તમારે ચોક્કસ લોકોને અતિક્રમવા પડે છે તથા દુ:ખી કરવા પડે છે.

    જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.

    લૂક ૧૪:૨૭

    ઘણાં વર્ષો અગાઉ, મેં મારા ભાઇને કહ્યું કે હું આ સંગતનો આગેવાન થવા ઈચ્છા રાખતો નથી. મેં તેને એમ પણ કહ્યું કે હું તો શાંત વ્યક્તિ છું અને હું મારી અંગતતામાં આનંદ માણું છું. મેં તેને કહ્યું કે હું ઉપદેશ કરવાની કે આગેવાની કરવાની ઈચ્છા રાખતો નથી. પણ મારા માટે ઈશ્વર પાસે અલગ જ આયોજન હતું અને આજે હું ઈશ્વરના ધરમાં આગેવાન છું. આગેવાન બનવામાં તમારા મૂલ્યવાન જીવનની કિંમત ચૂકવવી પડશે. મારી પાસે સાવ થોડું અંગત જીવન બચ્યું છે. મોટાભાગના લોકો મારા વિશેની મોટાભાગની બાબતોથી માહિતગાર છે. લોકોના ધરોમાં અને ગાડીઓમાં મારી ચર્ચા થાય છે. બીજા આગેવાનોની માફક કેટલાક મારફતે મારાં વખાણ થાય છે અને અન્યો દ્વારા ટીકા પણ થાય છે. આ આગેવાનનો ભાગ છે. આને લીઘે કેટલાક લોકો આગેવાનીથી દૂર રહે છે. પણ ઇસુએ કહ્યું કે તમારે તમારો વઘસ્તંભ ઊંચકીને તેમની પાછળ ચાલવું જોઈએ. ખ્રિસ્તીપણામાં બલિદાન સમાયેલું છે. મંડળીમાં આગેવાન થવું એ મૂલ્યવાન છે.

    3.     કલંક લાગવાના ડર પર વિજય મેળવો

    ઘણા એવા આગેવાનો છે જે આગેવાનીમાં છવાઈ ગયા બાદ એમનો અંત કલંકિત બન્યો હોય. અન્યો પાસે ભયંકર પીડાના અનુભવો છે અને કડવા અનુભવો હતા. કેટલાકને તેઓ જે લોકોની આગેવાની કરી રહ્યા હતા તેમના દ્વારા વઘસ્તંભે જડી દેવાયા છે.

    મેં વ્યક્તિગત રીતે એ નિહાળ્યું છે કે ઘણાં લાંબા વર્ષોની સેવા બાદ આગેવાનોને કેવી ભૂંડાઈથી બદલો વાળવામાં આવ્યો હોય. મેં કેટલીક મંડળીઓમાંથી (મારા કહેવાનો અર્થ કેટલીક) જે પાળકે લાંબા વર્ષો સુઘી તેમની આગેવાની કરી હોય અને મંડળી બહાર હાંકી કાઢયા હોય. જે મંડળીમાં લાંબા વર્ષો સુઘી મોટી કીંમત ચૂકવી સેવા કરી હોય તેવા પાળકોની મંડળીના સભ્યો દ્વારા ઠઠ્ઠા-મશ્કરી થતી અને અવમાનના થતી મેં જોઈ છે. મેં એ જોયું છે કે કાર તથા ધરના મુદ્દાઓને ખાતર પાળકોને નકારવામાં આવ્યા હોય. કેવું દુ:ખદ ! આપણે સૌ એ જાણીએ છીએ કે સાડા ત્રણ વર્ષના સેવાકાર્ય બાદ ઈસુને કેવી રીતે વઘસ્તંભે જડી દેવામાં આવ્યા. પોતાના લોકોને માટે પ્રકાશતું અજવાળું બનવાનો એમને એ બદલો મળ્યો હતો.

    મારા દેશમાં મેં એ જોયું છે કે રાજ્યોના કેટલાક પ્રમુખોએ દેશ પર કેટલાંક વર્ષો રાજ કર્યા બાદ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય. આપણે એવું પણ જોયું છે કે ખરો ચુકાદો સંભળાવ્યા બાદ ન્યાયાઘીશોની ઠંડા કલેજે હત્યા થઈ હોય. આવા વાતાવરણ વચ્ચે કોણ આગેવાન થવાનું પસંદ કરે ? જ્યારે આપણી આસપાસના આગેવાનોના પ્રારબ્ઘનો અભ્યાસ કરીએ ત્યારે આપણને સ્વાભાવિકપણે જોવા એવું મળે છે કે લોકો આગેવાનીથી દૂર રહે છે અને તદ્દન શાંત તથા ઓળખ વિનાનું જીવન જીવવાનું પસંદ કરે છે. હું સમજી શકું છું કે જગતના જૂઠ્ઠાબોલા રાજકરણીઓ અને ભ્રષ્ટ આગેવાનીથી કેટલાક દૂર રહે છે.

    આ પુસ્તકમાં હું તમને આજીજી કરું છું કે ખ્રિસ્તી આગેવાનીનો ઝભ્ભો પહેરી લો. મંડળીમાં આગેવાની માટેનું તેડું તમે સ્વીકારી લો માટે વિનંતી કરું છું. એ તો બહુમૂલ્યવાન છે ! આ જ પડકારો ઐહિક(જગિક) આગેવાની માટે છે. દોષારોપણ મોટાભાગે એકસમાન હોય છે. પણ એ તો યોગ્ય છે !

    ઐહિક(જગિક) આગેવાનો નાણાં અને નામના જેવા માનવીય પુરસ્કાર માટે કામ કરે છે. પણ આ બઘા પુરસ્કાર નાશવંત છે. જ્યારે તમે ઈસુ માટે કામ કરો છો ત્યારે એનો તમને અનંતકાળીક બદલો પ્રાપ્ત થાય છે.

    ...તેઓ તો વિનાશી મુગટ મેળવવા સારુ એમ કરે છે; પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા સારુ.

    ૧ કરિંથી ૯:૨૫

    મેં ધણી બઘી વખત આગેવાની કરવાની પીડા અનુભવી છે. પણ જ્યારે જેઓવિશ્વાસુપણે ઈશ્વરની ઈચ્છા મુજબ વર્તે છે તેમને માટે ઈનામ રાહ જોઈ રહ્યું છે એનો વિચાર કરું છું ત્યારે તેનાથી મને પ્રોત્સાહન મળે છે. હું જાણું છું કે એક દિવસે હું એ બઘાને માટે આનંદ કરીશ.

    આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે. તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો, તેનો વિચાર કરો, રખેને તમે તમારાં મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ.

    હિબ્રૂ. ૧૨:૨,૩

    4.     તમારી લધુતાગ્રંથિ ઉપર વિજય મેળવો

    કેટલાક લોકો એમ માને છે કે તેઓ આગેવાનીના માપદંડ મુજબ નૈતિક નથી. બીજા એમ માને છે કે તેમનામાં આગેવાનીનાં લક્ષણો નથી. અન્ય એવું માને છે કે આગેવાન બનવામાં ઘણા બઘા વ્યક્તિગત પ્રશ્નો આડે આવે છે. તેઓ અન્ય લોકોના પ્રશ્નોના પેંગડામાં પગ ધાલવાની કલ્પના કરી શકતા નથી.

    આજે મારી પાસે તમારા માટે શુભ સમાચાર છે ! ઈશ્વર સંપૂણ લોકો સાથે કામ કરતા નથી. તે રાજી ખુશીથી કામ કરતા લોકો સાથે કામ કરે છે. તે હ્દયને જુએ છે અને તે તમારી માનવીય નબળાઈઓને સમજે છે. જો ઈસુએ સંપૂર્ણતાનો માપદંડ રાખ્યો હોત તો હું તમને ખાતરી કરાવી શકું છું કે એક પણ શિષ્ય મંડળીમાં આગેવાનીના સ્થાન માટે લાયક ઠર્યો ન હોત. પિતરનો દાખલો લો; પ્રભુ ઈસુએ થોડા અઠવાડિયાં અગાઉ તેની નિમણૂક કરી હતી તેમ છતાં ત્રણ-ત્રણ વખત એમનો નકાર કર્યો. તેણે એમની પાસે તાલીમ લીઘી નહોતી એમ જણાવતાં સમ ખાઘા તથા શાપ આપ્યો. તેમ છતાં પ્રભુએ એનો ઉપયોગ કર્યો. બીજા શિષ્યોનો દાખલો લો કે જેમણે આકાશમાં પોતાના સ્થાન સંબંઘી દલીલ કરીને આપણામાંનો સૌથી મોટો કોણ થશે ? એવું પૂછ્યું.

    આપણામાં કોણ મોટો ગણાય છે તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો.

    લૂક ૨૨:૨૪

    કોણ સૌથી મોટો થશે એના વાદવિવાદ બાદ તેઓ  ખ્રિસ્તને તેમની જ્યારે સૌથી વઘારે જરૂર હતી ત્યારે વિખેરાઈ ગયા. શું તમે આવા લોકો પર ભરોસો મૂકો ખરા ? શું તમે આવા લોકોનો ઉપયોગ કરો ખરા ? તેમ છતાં પ્રભુએ તેમ કર્યું ! આગેવાન થવા માટે તમારી પાસે કશું સંપૂર્ણ નથી. જો એમ જ હોત તો આજે જગતમાં કે મંડળીમાં આગેવાન હોત જ નહિ. આનો અર્થ એમ નથી કે કોઈ જ માપદંડ નથી. ઈશ્વર ચારિત્રય અને નૈતિકતાનું ઉચ્ચત્તમ ઘારાઘોરણની અપેક્ષા રાખે છે. અને તેમ છતાં તે અપૂર્ણ લોકો સાથે કામ પાર પાડે છે.

    ઈશ્વર હૃદય તરફ જુએ છે. એ વાતની ખાતરી કરો કે તમારું હૃદય યોગ્ય છે અને ઈશ્વર તમારો ઉપયોગ કરવા સક્ષમ છે.

    ...કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતા નથી; કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે.

    ૧ શમુએલ ૧૬:૭

    5.     સ્વાર્થીપણા પર વિજય મેળવો

    આવા લોકો કેવળ તેમની જ કાળજી રાખે છે. તેઓ પોતાને તારણ મળ્યાથી ખુશ રહે છે. તેઓને પવિત્રાત્મા પ્રાપ્ત થયાથી પોતે આનંદી રહે છે. આબાદીથી તેઓ પોતાને સમૃદ્ધિ મળ્યાથી રાજી રહે છે. પણ તેઓ અન્યની થોડી પણ કાળજી રાખી શકતા નથી. તેઓ એમ માને છે કે, હું પોતે મજામાં(ok) તો સઘળું મજામાં. એ તો સ્વાર્થીપણાનો આત્મા છે.

    સ્વાર્થી વ્યક્તિ આગેવાન થવા માટે કોઈપણ પ્રકારની તાલીમમાંથી પસાર થવાની કે ભોગ આપવાની દરકાર રાખી શકતો નથી. બીજાઓના આત્માને મદદ કરવા માટે પોતાની શક્તિ ખર્ચશે નહિ. જો ખ્રિસ્તે સ્વર્ગના સુખમાં જ રહેવાનું નક્કી કર્યું હોત તો તમે આજે ક્યાં હોત? તે કબરમાંથી જીવતા ઊઠ્યા અને તમે તમારા ખાટલામાંથીય ઊઠી શકો નહિ એવા આળસના તથા સ્વાર્થીપણાના આત્માને હું ઠપકો આપું છું! મિશનરીઓ માટે પ્રભુનો આભાર કે જેમણે પોતાના વતન-ઘરથી દૂર મુસાફરી કરી પરદેશી સંસ્કૃતિઓમાં દોડી ગયા કારણ કે તેઓ કોઈકને મદદ કરવા ઇચ્છતા હતા.

    પ્રકરણ ૩

    આગેવાનીનાં ચાળીસ અંગ્રેજી નામ

    શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોષી તથા વડીલ, સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, મંત્રી તથા નિપુણ કારીગર તથા ચતુર ઈલમીને [તે લઈ લેશે]. હું બાળકોને તેમના અધિકારીઓ ઠરાવીશ, અને બાળકો તેમના પર રાજ કરશે.

    યશાયા ૩:૨-૪.

    આગેવાન શબ્દના અનેક પર્યાયવાચી શબ્દો અંગ્રેજી ભાષામાં છે. આ વિવિધ નામ જગતમાં હયાતી ધરાવતા વિવિધ આગેવાનોને પ્રગટ કરે છે. દરેક ક્ષેત્રે આચરવામાં આવતી પ્રવૃત્તિઓ માટે આગેવાન હોય છે અને દરેક ક્ષેત્રની પ્રવૃત્તિ તેના આગેવાનને જુદા જુદા નામે ઓળખાવે છે. વહાણનો આગેવાન ટંડેલ (કપ્તાન) કહેવાય છે, વિમાનનો આગેવાન કપ્તાન (પાયલટ) કહેવાય છે, સૈનિકોનો આગેવાન સરસેનાપતિ (જનરલ) કહેવાય છે, રાજકીય જગતમાં દેશના આગેવાનને પ્રમુખ કે વડાપ્રધાન કહેવાય છે, વિશ્વવિદ્યાલયોના આગેવાનને કુલપતિ (ચાન્સેલર) કહેવાય છે. ધાર્મિક જગતમાં મંડળી (ચર્ચ)ના આગેવાનને પાળક કહેવાય છે, મસ્જિદના આગેવાનને ઈમામ કહેવાય છે. આરબ વિશ્વમાં ગામ-નગરના આગેવાનોને શેખ અને ઘાના પ્રજામાં ગામના આગેવાનોને મુખિયા કહેવાય છે.

    અહીં આગેવાનોનાં કેટલાંક સંભવિત નામ અને તેમના હોદ્દા છે. તમારે તમારા રોજિંદા જગતની બહારના અન્ય ક્ષેત્ર પરની આગેવાનીનાં આ નામો અને હોદ્દાઓ અચૂક જાણવા જોઈએ.

    સામાન્ય રીતે, આગેવાનો તેઓ જુદા જુદા ક્ષેત્રની આગેવાની કરતા હોવા છતાં પણ એકબીજાનો આગેવાન તરીકે સ્વીકાર કરે છે. એક ઉદાહરણ તરીકે, મારી આગેવાનીની ક્ષમતાઓને એક નાસ્તિક કે જે ખ્રિસ્ત કે મંડળીમાં વિશ્વાસ ધરાવતો નહોતો તેણે ઓળખી. તેણે મને એવા આગેવાન તરીકે ઓળખી કાઢ્યો કે જેનું સાંભળવું જોઈએ. તેણે મારો ધર્મ કે આધ્યાત્મિક સિદ્ધાંતો જાણ્યા નહોતા પણ મારામાંની આગેવાનીની કળા જોઈને એના બીજા નાસ્તિકો સાથે મારી આવડતને વહેંચવા પૂછ્યું. જો તમે ધાર્મિક આગેવાનો છો તો તમે તમારા સાથી આગેવાનો ભલે ને તેઓ વેપારી, રાજકીય આગેવાન, નાસ્તિકો કે અન્ય ધર્મના આગેવાનો હોય તોપણ સ્વીકાર પામશો.

    બીજી તરફ જો તમે આગેવાન નથી તો જયારે તમને બીજા જોશે ત્યારે તે તમારો સ્વીકાર કરશે નહિ. ઉદાહરણ તરીકે, ઘણા રાજકીય આગેવાનોનાં સરકારમાંનાં તેમનાં પદ પ્રસિદ્ધિ પામતાં નથી કે બીજા ક્ષેત્રના આગેવાનો તેમને ઓળખતા નથી કારણ કે તેઓ પોતે આગેવાન નથી. રાજકીય આગેવાન તરીકે લોકોને ખુશ કરવાના શબ્દો બોલીને તેમનાં મન જીતી લેવાં અને આબાદી અને વિકાસમાં દોરી જવા એ બંને જુદી બાબતો છે.

    ઉપરોક્ત શાસ્રપાઠમાં તમે યરૂશાલેમ શહેરમાં પ્રવર્તમાન વિવિધ પ્રકારના આગેવાનો તમે જોઈ શકશો. ઈશ્વરની શિક્ષા એ હતી કે સમુદાયમાંથી જુદા જુદા પ્રકારના આગેવાનોને દૂર કર્યા.

    1.         આગેવાનો કપ્તાન કહેવાય છે.

    2.         આગેવાનો મુખ્ય (વડીલ) કહેવાય છે.

    3.         આગેવાનો સેનાપતિ (કમાન્ડર) કહેવાય છે.

    4.         આગેવાનો પ્રમુખ  કહેવાય છે.

    5.         આગેવાનો વડાપ્રધાન  કહેવાય છે.

    6.         આગેવાનો ઘેટાંપાળકો કહેવાય છે.

    7.         આગેવાનો  સરસેનાપતિ કહેવાય છે.

    8.         આગેવાનો રાજ્યપાલ  કહેવાય છે.

    9.         આગેવાનો ભોમિયા (માર્ગદર્શક)  કહેવાય છે.

    10.         આગેવાનો પાળક (ધર્મગુરૂ)  કહેવાય છે.

    11.         આગેવાનો શેઠ  કહેવાય છે.

    12.         આગેવાનો ઉપરીઅધિકારી  કહેવાય છે.

    13.         આગેવાનો અધિક્ષક  કહેવાય છે.

    14.         આગેવાનો આચાર્ય  કહેવાય છે.

    15.         આગેવાનો સત્તાધીશ  કહેવાય છે.

    16.         આગેવાનો  પ્રતિષ્ઠિત નાગરિકો કહેવાય છે.

    17.         આગેવાનો  સલાહકાર કહેવાય છે.

    18.         આગેવાનો કપ્તાન  કહેવાય છે.

    19.         આગેવાનો સુપ્રિટેન્ડન્ટ  કહેવાય છે.

    20.         આગેવાનો ઉપરી અમલદારો  કહેવાય છે.

    21.         આગેવાનો વડીલ  કહેવાય છે.

    22.         આગેવાનો સુધારક કહેવાય છે.

    23.         આગેવાનો નિરીક્ષક  કહેવાય છે.

    24.         આગેવાનો વહીવટદાર  કહેવાય છે.

    25.         આગેવાનો નિયામક  કહેવાય છે.

    26.         આગેવાનો માલિક  કહેવાય છે.

    27.         આગેવાનો ઉસ્તાદ (શેઠ)  કહેવાય છે.

    28.         આગેવાનો રાજા  કહેવાય છે.

    29.         આગેવાનો સરમુખત્યાર કહેવાય છે.

    30.         આગેવાનો પહેલ કરનાર (સંશોધક)  કહેવાય છે.

    31.         આગેવાનો વરિષ્ઠ  કહેવાય છે.

    32.         આગેવાનો કુલપતિ  કહેવાય છે.

    33.         આગેવાનો  શેખ કહેવાય છે.

    34.         આગેવાનો ન્યાયાધીશ  કહેવાય છે.

    35.         આગેવાનો નિષ્ણાત કહેવાય છે.

    36.         આગેવાનો વિશેષજ્ઞ કહેવાય છે.

    37.         આગેવાનો નાયક કહેવાય છે.

    38.         આગેવાનો મંત્રી કહેવાય છે.

    39.         આગેવાનો સ્વપ્નદૃષ્ટા કહેવાય છે.

    Enjoying the preview?
    Page 1 of 1