Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

મહા મંડળી
મહા મંડળી
મહા મંડળી
Ebook274 pages2 hours

મહા મંડળી

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય” લૂક ૧૪:૨૩. ઈશ્વરના હૃદયનો પોકાર જગત માટે એ છે કે તે બચી જાય, અને તેના ઘર માટે એ છે કે તે ભરાઈ જાય.
આ પ્રકટીકરણ દ્વારા આ પુસ્તકનો જન્મ થયો. “મહામંડળી – ધ મેગા ચર્ચ.” લેખક બિશપ ડેગ હેવર્ડ મિલ્સ. તો ઘાનાના સૌથી મોટી મંડળીના પાળક છે. આ સામર્થ્યવર્ધક પુસ્તક વાંચ્યા પછી તમારી મંડળી કે તમારી સેવા પહેલાના જેવી નહિ જ રહે.
ડૉ. હેવર્ડ મિલ્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને જગતમાં સુવાર્તાપ્રચારના કાર્યને સમર્પિત છે. જેઓ સેવાક્ષેત્રમાં છે. તે સર્વ માટે તે મહાન આગેવાન અને નમૂનાદાયક (રોલ મોડેલ) છે. અને તેમના વિષે જાણીને અમને અહીં ચર્ચ ગ્રોથ ઇન્ટરનેશનલમાં અમારા મિત્ર અને સહકાર્યકર તરીકે જગતની મહાન ફસલ લણવાના કાર્યમાં બોલાવવાનું માન પ્રાપ્ત થયેલ છે.

Languageગુજરાતી
Release dateAug 19, 2018
ISBN9781641346146
મહા મંડળી
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to મહા મંડળી

Related ebooks

Reviews for મહા મંડળી

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    મહા મંડળી - Dag Heward-Mills

    ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં અવતરણો બાઇબલ સોસાયટીની ગુજરાતી આવૃત્તિમાંથી લીધા છે.

    કૉપીરઈટ ૧૯૯૯, ૨૦૧૧ Dag Heward-Mills

    પ્રથમ આવૃત્તિ પાર્ચમેંટ હાઉસ ૧૯૯૯

    Lux Verbi.BM (Pty) Ltd.૨૦૦૮ દ્વારા પ્રકાશિત

    ૮મી છપાઈ ૨૦૦૮

    દ્વિતીય આવૃત્તિ પાર્ચમેંટ હાઉસ ૨૦૧૧ દ્વારા પ્રકાશિત

    ૨જી છપાઈ ૨૦૧૪

    ડેગ હાવર્ડ મિલ્સ વિષે વધુ માહિતી માટે

    હિલિંગ જીસાસ કેમ્પેન

    લખો: evangelist@daghewardmills.org

    વેબસાઇટ : www.daghewardmillsss.org

    ફેસબુક: Dag Heward- Mills

    ટ્વિટર: @evangelistDag

    ISBN: 978-1-64134-614-6

    અર્પણ

    પાળક ડેવિડ યોંગી છો

    મહામંડળીના પ્રોત્સાહન માટે આભાર

    All rights reserved under international copyright law.  Written permission must be secured from the publisher to use or reproduce any part of this book, except for brief quotations in critical reviews or articles.

    વિષયવસ્તુ

    પ્રકરણ ૧: તમારી મંડળી કેવી રીતે મહા મંડળી બની શકે તેના પચ્ચીસ કારણો

    પ્રકરણ ૨: મંડળીની વૃદ્ધિ માપવી

    પ્રકરણ ૩: અભિષેક કેવી રીતે પામવો

    પ્રકરણ ૪: અભિષેકને કેવી રીતે સમજવો

    પ્રકરણ ૫: અભિષેકના પગલાં

    પ્રકરણ ૬: સેવાનો આત્મા મેળવવો એટલે શું?

    પ્રકરણ ૭: કેવી રીતે મંડળી શરૂ કરાવી

    પ્રકરણ ૮: સ્વાર્પણ માટે યુદ્ધ

    પ્રકરણ ૯: સ્વાર્પિત સભ્યોને કઈ રીતે તૈયાર કરવા?

    પ્રકરણ ૧૦: સુવાર્તાની જાળવણી

    પ્રકરણ ૧૧: મંડળીના કાયમી સભ્યો પ્રાપ્ત કરવા માટે શું કરવું

    પ્રકરણ ૧૨: ઔદ્યોગિકરણનું રહસ્ય

    પ્રકરણ ૧૩: મંડળીની વૃદ્ધિ માટેના સિદ્ધાંતો

    પ્રકરણ ૧

    તમારી મંડળી કેવી રીતે મહા મંડળી બની શકે તેના પચ્ચીસ કારણો

    1.    તમારી મંડળી  મહા મંડળી હોવી જોઈએ  કારણકે પાળક તરીકે તે તમારું સૌથી અગત્યનું અને  યોગ્ય દર્શન છે –  દરેક પાળકની સર્વોત્તમ અને પ્રજ્વલિત ઈચ્છા મહા મંડળીનું દર્શન છે. તો પછી તમારી મંડળી મહા મંડળી કેમ  ન બની શકે ?

    જ્યાં સંદર્શન હોતું  નથી ત્યાં લોક સઘળી મર્યાદા છોડી દે છે; પણ નિયમ પાળનારને ધન્ય છે.

    નીતિવચનો ૨૯:૧૮

    2.     મહા મંડળીની ઈચ્છા તમારામાં હોવી જોઈએ કારણકે મહા મંડળીની ઈચ્છા જ તમારી મંડળીની વૃદ્ધિની યાત્રામાં દોરી જશે. ચમત્કારોની ઈચ્છા તમારી સેવામાં ચમત્કારો આપતું પરિણામ લાવશે. અભિષેકની ઈચ્છા તમારી સેવામાં અભિષેક આપતું પરિણામ લાવશે. મંડળીની વૃદ્ધિની ઈચ્છા તે એવી શોધોની યાત્રા બનશે જે તમારી  મંડળીની વૃદ્ધિ બની જશે.

    એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતાં જે સર્વ તમે  માંગો છો, તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો તો તે  તમને મળશે.                                                                                            માર્ક ૧૧:૨૪

    3.     તમારી મંડળી મહામંડળી હોવી જોઈએ કારણકે પ્રભુ જે મંડળી બાંધી રહ્યાં છે તેનું ભવિષ્ય આરંભ કરતાં અંતમાં વિશાળ જ હોય છે. તમારી મંડળીના વર્તમાન નાના કદથી નિરાશ થશો નહિ. એવું ભવિષ્યકથન છે કે તમારી સેવાના અંત સમયે તે આરંભ કરતાં વધુ મહિમાવંત હશે.

    પ્રભુનું વચન કહે છે કે અગાઉના કરતાં પાછળથી જે ઘર બનશે તેનો મહિમા વધારે હશે. આરંભમાં તમને જે                        દેખાય છે તેના કરતાં વધારે મહિમાની આશા રાખો. પ્રભુ કોઈક મહાન કાર્ય કરશે અને તે તમારી મંડળીને વિસ્તારશે.

    જોકે તારી શરૂઆત જૂજ જેવી હતી, તો પણ આખરે તે તને બહુ સફળ કરત.               

    અયુબ ૮:૭

    4.      તમારી મંડળી મહા મંડળી હોવી જોઈએ કારણકે મોટાભાગના પાળકો એવી વિચારસરણી ધરાવે છે કે ન થયું હોય  તો પણ તે કાર્ય થયું છે.

    સેવાના સમયગાળામાં ઈસુએ એક મહત્વની વાત કહી હતી.

                ...ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે.                                                                     

    માથ્થી ૯:૩૭

    તેનો અર્થ એ છે કે જીવતા આત્માઓ ઘણા છે. આપણ તમામને માટે ખૂબ કામ છે, આપણાં દેવળોને ભરી દેવા માટે ઘણા બધા લોકો છે.

    ઘણા પાળકો તેમના નાના હૉલ ભરાઈ જવાને કારણે છેતરાઇ જાય છે. ઘણા સેવકો માને છે કે તેઓ સેવામાં આવી ગયા છે. તમને સારો પગાર અને સારી કાર મળ્યા છે, પ્રભુએ તમને આશીર્વાદ દીધો છે અને તમારા તમામ ખર્ચાઓ ચૂકવવામાં આવી રહ્યા છે. તેનો અર્થ એવો થતો નથી કે તમે આવી ગયા છો, તમારે જે ખરું કાર્ય કરવાનું છે તે પ્રત્યે શત્રુ તમારી આંખોને અંધ ન કરી નાંખે. શેતાન તમે ઊંઘી રહો તે માટે પંખો નાખી રહ્યો છે. ઘણા સેવકોના  હ્રદયમાં તે ફૂંક મારી રહ્યો છે બધુ બરાબર છે આ જ એ છે તમે તે કર્યું છે આટલું જ અમે કરી શકો છો પ્રભુને માટે તમે બધુ જ કરી છૂટ્યા છો ! આવા સેવકોની આંખો શેના દ્વારા આંધળી કરી દેવાઈ છે. શત્રુ તેમના હ્રદયમાં કુંક મારી રહ્યો છે, બધુ બરાબર છે. આ જ એ છે! તમે તે કરી બતાવ્યુ છે !

    શેતાન ચાહે છે કે તમારી મંડળી નાની રહે. તમારી સભામાં જેટલા લોકો ઓછા એટલા તેના બંદીવાનો વધુ. તમારી મંડળીનું કદ જ બતાવે છે કે તમે કેટલા લોકોને નર્કમાં ધકેલી રહ્યા છો. પરંતુ મહા મંડળીનો અર્થ એ છે કે તમે વધુ ને વધુ આત્માઓને સ્થાપિત કરી રહ્યા છો. તેનો અર્થ એ પણ છે કે તમે શેતાનના પંજામાંથી વધુ આત્માઓને છોડાવી રહ્યા છો.

    5.     તમારી મંડળી મહા મંડળી હોવી જોઈએ કારણકે પ્રભુની ઈચ્છા એવી છે કે ઘર ભરાઈ જાય. ઘણા દેવળો ભરચક નથી કારણકે તે મહા મંડળી નથી

    ધણીએ દાસને  કહ્યું," સડકે તથા પગથિયે જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ, કે મારૂ ઘર ભરાઈ જાય.                      

    લૂક ૧૪:૨૩

    લૂક ૧૪માં પ્રભુ મહત્વનુ પ્રકટીકરણ આપે છે. માલિક પોતાના દાસને કહે છે કે મારૂ ઘર ભરાઈ જવાની જરૂર છે. આ વાર્તાનો માલિક ઈસુનું ચિત્ર છે. ઈસુ ચાહે છે કે તેનું ઘર ભરાઈ જાય. બીજા શબ્દોમાં ઈસુ ચાહે છે કે તેની મંડળીઓ ભરાઈ જાય.  પ્રભુને ભરચક મંડળીઓ જોઈએ છે ! આ વાર્તામાં માલિકને મિજબાનીમાં થોડાક જ લોકો જોઈતા ન હતા. મિજબાની તો તે આપી શક્યો હોત પણ તે ઘણા લોકો ચાહતો હતો. એટલા બધા કે તેનું ઘર ભરાઈ જાય.

    આ વાર્તા દ્વારા પ્રભુ તેની મંડળી માટે તેની  ઈચ્છા દર્શાવે છે. તેની ઈચ્છા ઘણા લોકોની છે ! તે ભરાયેલા ખંડો ચાહે છે! તેની ઈચ્છા ઉભરાતી મંડળીઓની છે ! તેની ઈચ્છા મહામંડળીની છે !

    6.      તમારી મંડળી મહામંડળી હોવી જોઈએ કારણકે તમારું ફસલનું ક્ષેત્ર જગત છે.

    પ્રભુએ આપણને નગરના પરા વિસ્તારમાં મોકલ્યા નથી. કે પછી થોડા ગામડાઓમાં મોકલ્યા નથી. તેમણે આપણને આખા જગતમાં મોકલ્યા છે. જો આપણે નાના ખેતરમાંથી લણણી કરવાની હોત તો પછી આપણે વધારે ફળોની આશા રાખી શક્યાં ન હોત.

    તેણે તેઓને કહ્યું કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે.                      

    માર્ક ૧૬:૧૫-૧૬

    આખી સૃષ્ટિને સુવાર્તા આપો તેનો અર્થ એ છે કે આત્માઓની લણણી મોટા પ્રમાણમાં થવી જોઈએ. જો જગતની વસતીનો મોટો ભાગ સુવાર્તાપ્રચારથી તારણ પામવાનો હોય તો દરેક દેવળમાં જગા ખૂટી પડવી જોઈએ. યાદ રાખો કે છ અબજ લોકો સુવાર્તાની રાહ જોઈ રહ્યા છે.

    7.     તમારી મંડળી મહામંડળી હોવી જોઈએ કારણકે બાઈબલની મંડળીઓની સંખ્યા હજારોની હતી. આપણે માટે આરંભની મંડળી સર્વોત્તમ ઉદાહરણ નથી ? જો આરંભની મંડળીઓની સભ્ય સંખ્યા ત્રણ હજાર અને પાંચ હજારની હોય તો આપણે માટે તે માર્ગદર્શિકા સમાન નથી ? ખરેખર બાઈબલમાં આની નોંધ આપણાં લક્ષ્ય માટે છે.

    ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા,અને તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા.       

    પ્રે. કૃ. ૨:૪૧-૪૨

    તો પણ જેઓએ તેની વાત સાંભળી હતી તેઓમાના ઘણાએ વિશ્વાસ કર્યો અને [વિશ્વાસ કરનારા]ની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.

    પ્રે. કૃ. ૪:૪

    8.     તમારી મંડળી મહામંડળી હોવી જોઈએ કારણકે મોટી મંડળી એટલે રાજ્યને માટે ઘણા આત્માઓ જીત્યા છે. મોટી મંડળીમાં વચનની સેવાઓ થાય, વધારે આમંત્રણ આપવામાં આવે અને નાની મંડળી કરતાં તારણ પામવાની વધારે તકો મળે. દરેક  સુવાર્તાના સેવક માટે ઘણા આત્મા જીતવાનું ધ્યેય નથી ? મહા મંડળીમાં ઘણા લોકો તારણ પામે તે ખાસ આશીર્વાદ નથી ?

    9.     તમારી મંડળી મહામંડળી હોવી જોઈએ કારણકે પ્રભુના કામ માટે ઘણા કાર્યકરો અને શ્રમિકો હોય.

    ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે, "ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે, એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.                                          

    માથ્થી ૯:૩૭-૩૮

    હંમેશા ટોળાના કેટલાક ટકા લોકો વાસ્તવિક મજૂરો હોય છે. તમે ગમે તે કરો કે કહો પરંતુ મંડળીના કેટલાક ટકા લોકો તો કદી પણ સેવાના કાર્યમાં જોડાશે જ નહિ. તેઓમાં સદા દર્શકો અને નિરીક્ષકો મળી આવવાના. ટીકા કરનારા પણ મળી આવશે. સેવામાં મહેનત કરનારા પણ હંમેશા રહેશે. જેટલી મોટી મંડળી હોય તેટલા વધુ મજૂરો મોકલી શકાય. અને સરળતાથી તમે તેમને આર્થિક રીતે ખર્ચ કરી શકો.

    10.   તમારી મંડળી મહામંડળી હોવી જોઈએ કારણકે તેના દ્વારા ઘણા સુવાર્તાના સેવકો, પૂર્ણ સમયી પાળકો અને  બિશપો નિયુક્ત કરીને લણણી માટે ક્ષેત્રમાં મોકલી શકાય. મોટી મંડળીમાં હંમેશા તાલીમ કાર્યક્રમ હોય છે જેના દ્વારા સેવકો તૈયાર થાય છે. માટે સો સભ્યોવાળી મંડળી કરતાં દસ હજારની સભ્ય સંખ્યા ધરાવતી મંડળી વધુ પાળકો મોકલી શકશે. ખરેખર નાની મંડળીના પાળક પાસે સુવાર્તાના સેવકો તરીકે મોકલવા માટે ઓછા માણસો હશે.

    11.  તમારી મંડળી મહામંડળી હોવી જોઈએ કારણકે મહામંડળીમાં વાયુના અધિકારી શેતાનને બાંધવા માટે પ્રાર્થના કરનાર સભ્યોની સંખ્યા વધુ હોય છે.

    કેમકે આપણું આ યુદ્ધ રક્ત તથા માણસની સામે નથી, પણ અધિપતિઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો, કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખ્તર પહેરીને, તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડા પહેરીને ઊભા રહો, સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો જેથી તમે દુષ્ટના ભાલાઓ હોલવી શકશો. વળી તારણનો ટોપ [પહેરો], તથા આત્માની તલવાર જે દેવનું  વચન છે, તે લો. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સઘળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.            

    એફેસી ૬: ૧૨-૧૮

    મહામંડળીમાં વધારે પ્રાર્થનાઓ પ્રભુને ચઢાવવામાં આવે છે. તેને કારણે ઘણા લોકો તારણ પામે છે અને સ્થિર થાય છે. જ્યારે પ્રભુએ મને યુરોપમાં મંડળીની સ્થાપના માટે મોકલ્યો ત્યારે તે ખંડમાં તેના રાજ્ય માટે ભજવવાની ચાવીરૂપ ભૂમિકા મને બતાવી. તમે જાણો છો કે યુરોપ ખંડ મોટા ભાગે નાસ્તિકોનો છે. તેમણે મગજમાંથી પ્રભુને હાંકી કાઢ્યો છે. ઘણા યુરોપિયનો ઈશ્વર છે તેવું માનતા જ નથી.

    વર્ષો અગાઉ યુરોપ, જગતમાં મિશનેરીઓ મોકલતું હતું. પરંતુ હાલમાં તો તેઓ શૈતાનિક અને ઇશ્વરરહિતતાના અંધાપાની નીચલી કક્ષાએ પડી ગયા છે. પ્રભુએ મને બતાવ્યુ કે મંડળી તરીકે આપણી એક ફરજ યુરોપની મંડળી સંબંધીની પ્રાર્થના કરવી તે છે. સ્વિત્ઝરલેન્ડ, નેધરલેંડ અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં અમારી હાજરી તે એ દેશો માટે અમે કરેલી ઘણી મધ્યસ્થી છે.

    જીનીવાની અમારી મંડળીમાં આખી રાત્રિની પ્રાર્થનાઓ દર શુક્રવારે મધરાતથી  સવારે ૬ વાગ્યા સુધી કરવામાં આવે છે. જે દેશોમાં ઈશ્વરને ભુલાવી દેવામાં આવ્યા છે તેવા દેશો માટે આત્મિક યુદ્ધ લડે છે. અમારા જેવી મંડળીઓ દેશોમાં જેમ જેમ વધતી જશે તેમ તેમ વધારે પ્રાર્થનાઓ થશે. વિશાળ અને શાખાઓ ધરાવતી મંડળીઓના મહત્વનુ આ એક કારણ છે.

    જ્યારે ધ લાઇટહાઉસ કેથેડ્રલના પાળક એક હદ સુધી વૃદ્ધિ પામ્યા ત્યારે અમે દરરોજ આખી રાત્રિની પ્રાર્થના કરવા માટે સફળ થયા. અમારી મંડળીમાં ઘણા નાના નાના જૂથો હતા તેથી દરરોજ આખી રત્રિની પ્રાર્થના સભા ગોઠવવાનું શક્ય બન્યું. આ પ્રમાણે દરરોજ રાત્રે જુદા જુદા જૂથો પ્રાર્થના કરે છે.

    12.  તમારી મંડળી મહામંડળી હોવી જોઈએ કારણકે મહા મંડળીમાં મોટો સમૂહ હોય છે અને તેથી મોટી આશા ઊભી થાય છે.

    લોક [મસીહની] વાટ જોતાં હતા અને સર્વ યોહાન સંબંધી વિચાર કરતાં હતા કે તે ખ્રિસ્ત હશે કે નહિ.

    લૂક ૩:૧૫

    અનુભવથી મેં જોયું છે કે જેટલો મોટો સમૂહ તેટલી વધારે આશા. જ્યારે મોટા પ્રમાણમા પ્રભુના લોકો એકત્ર થતાં હોય ત્યારે ઉત્સાહ, આશા અને વાસ્તવિક વિશ્વાસની હવા ઊભી થાય છે. એવું કેમ ? કારણકે તેઓ જે જુએ છે તેનાથી

    Enjoying the preview?
    Page 1 of 1