Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન
પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન
પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન
Ebook133 pages1 hour

પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

પીળી કોઠી

એક તાંત્રિક આ પૃથ્વી પર રાજ કરવા ની ઇચ્છાથી સાધના કરીને અનેક લોકોની બલી ચઢાવે છે પણ તેની આ મનસા જાણી ગયેલ એક પંડિત પોતાનું બલિદાન આપીને તાંત્રિક ની સાધના વિફળ બનાવે છે. સાધના વિફળ થવાથી તાંત્રિક એક શ્રાપિત, એક અતૃપ્ત આત્મા બની જાય છે અને સંસાર પર કહેર વરસાવે છે. એક પિતા પુત્રનું ઘર્ષણ છે, એક પુત્ર પોતાની માતા માટે, પોતાની પ્રેમિકા માટે પિતા સામે ઊભો થાય છે. એક ભાઈ પોતાની માનેલી બહેન માટે, તેના થનારા પતિને, પોતાના મિત્રને મદદ કરે છે.

આ બધુ જ છે મારી પીળી કોઠી માં, સરવાળે તમને બધાને મારી આ વાર્તા જરૂરથી ગમશે. આશા રાખું છું કે તમે બધા જ ખાસ કરીને મારા ગુજરાતી વાંચનના રસિકો મારી આ વાર્તાને સફળ બનાવશો.

Languageગુજરાતી
Release dateOct 18, 2018
ISBN9780463875544
પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન

Related to પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન

Related ebooks

Reviews for પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન - Shaileshkumar Parmar

    પીળી કોઠી

    નો

    લોહી તરસ્યો શયતાન

    જાંબુ

    (શૈલેષકુમાર એમ પરમાર)

    પીળી કોઠીનો

    લોહી તરસ્યો શયતાન

    લેખક શ્રી : જાંબુ (શૈલેષકુમાર એમ પરમાર)

    કિંમત : રૂ.

    અનુરોધ

    મારી સર્વે વાર્તાઓ કાલ્પનિક છે. મારી મૌલિક કૃતિઓ છે. આ કથાના પાત્રો, ઘટનાઓ અને ઘટના સ્થળો કાલ્પનિક છે. આ કથામાં વિનિયોગ પામેલા પરિધાન પહેરવા કે પહેરાવવા પ્રયત્ન ન કરવા અનુરોધ છે. મારી વાર્તાઓના કારણે કોઈને દુઃખ કે પીડા પહોંચાડવાનો મારો કોઈ આશય નથી. જો કોઈને મનદુઃખ થાય તો ક્ષમા પ્રાર્થુ છું.

    વધુમાં મારા પ્રિય વાચકોને હું અનુરોધ કરું છું કે કોઈએ પણ આ વાર્તાઓ ઇન્ટરનેટ પર ફ્રી ડાઉનલોડ માં મૂકવી નહીં. એક લેખક માટે જરૂરી છે કે તેની વાર્તાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તેનું નામ થાય સાથે સાથે વાર્તા ના બીજ થી લઈને વાચકોના હાથ સુધી પહોચાડવામાં થતાં ખર્ચનું વળતર પણ મળી રહે. જેટલા પણ વાચક મિત્રો મારી વાર્તા ખરીદશે તે મને વધુ લખવા માટે પ્રોત્સાહિત જ કરશે. આપ સૌના સહકારથી જ જાંબુ એક પ્રખ્યાત લેખક બની શકે છે. આપનો સહકાર જ મને આપ સૌની વાંચનની ક્ષુધા તૃપ્ત કરવા માટે અલગ અલગ વાર્તાઓનો રસથાળ આપની સમક્ષ પ્રસ્તુત કરવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે.

    અસ્તુ

    જાંબુ (શૈલેષકુમાર મોતીલાલ પરમાર)

    કોપીરાઇટ

    મારી વાર્તાઓ મારી મૌલિક કૃતિઓ છે. આથી જે કોઈ વ્યક્તિ કે સંસ્થાને આમાંના કોઈ લેખ પ્રસિદ્ધ કરવાની ઈચ્છા હોય તો તે આ પુસ્તક અને લેખકનો ઉલ્લેખ કરીને, લેખકની મંજૂરીથી અને જેમ છે તેમ – કોઈ પણ ફેરફાર વગર – કરી શકે છે. આખું પુસ્તક પ્રસિદ્ધ કરવું હોય તો લેખકનો સંપર્ક કરવો –

    સંપર્ક :

    જાંબુ (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),

    મો. 09898104295 / 09428409469

    E-mail – shailstn@gmail.com

    પ્રસ્તાવના

    મિત્રો મારા માતા-પિતાએ મારામાં વાંચન નો શોખ ખીલવ્યો અને મને વડોદરામાં માંડવી અને હંસા મહેતા જેવા પુસ્તકાલય મળ્યા જ્યાં મેં મારી વાંચનની ક્ષુધા મિટાવી.

    ઘણા વર્ષો પહેલા એક તંત્ર-મંત્ર ને લગતું પુસ્તક મારા હાથમાં આવ્યું હતું અને મે મારા વાંચનના શોખને લઈને તે વાંચી લીધી. તેમાં આ એક સિદ્ધિ પરકાયા પ્રવેશ વિષે ઘણું બધુ લખાયેલું હતું. બસ ત્યારથી મારા મનમાં પીળી કોઠી નું બીજ રોપાયું. વર્ષો વીતી ગયા બીજી બધી કોઈ યાદ રહી નહીં પણ વાર્તા નું બીજ મારા મનમાંથી નિકળ્યું નહીં અને તેની પૂર્તિ માટે રચના થઈ પીળી કોઠીની.

    જાંબુ

    (શૈલેષકુમાર મોતીલાલ પરમાર)

    લેખકના બે બોલ

    જીવન નિર્વાહ માટે કારકિર્દી ના રસ્તા પર હું ઘણા વર્ષો સુધી વાંચનથી દૂર રહ્યો પણ મને થતું હતું કે કઈક ખૂટે છે. આખરે 2007 માં રોમિયો લખવાની શરૂઆત કરી તેના ઘણા પાનાં લખાયા પછી મને લાગ્યું કે આ વાર્તામાં થોડી કસર રહી જાય છે અને મે મારૂ ધ્યાન પીળી કોઠી પર લગાવ્યું. સંપૂર્ણ લખાયા પછી પણ મને લાગ્યું કે કઈક ખૂટે છે અને હું શાંત થઈ ગયો. જાન્યુઆરી 2018 માં બૃહન્નલા ની શરૂઆત કરી પણ તેની સાથે જ એક ભિખારણ-The Food Goddess નું બીજ મારા મનમાં આવ્યું અને હું તેના પર કામ કરવા લાગ્યો. સાથે સાથે મને પીળી કોઠી યાદ આવી અને મે તેને ફરીથી લખી અને અત્યારે તેનાથી સંતુષ્ટ થયો એટલે તમારી સમક્ષ લાવ્યો છું. આશા રાખું છું કે તમને આ પસંદ આવશે જ અને ઉપરની બધી જ વાર્તાઓ હું નજીકના ભવિષ્યમાં તમારી સમક્ષ જરૂરથી લઈ આવીશ.

    જાંબુ

    (શૈલેષકુમાર મોતીલાલ પરમાર)

    અર્પણ

    મારી પ્રથમ છપાતી નવલકથા સાથે

    શબ્દાવલી સાથે મુલાકાત કરાવનાર

    અને મને તેની સાથે સંબંધથી જોડવા

    માટે સતત પ્રયત્નશીલ રહેનારા

    માતા-પિતા, ગુરુજન અને

    સર્વે સજીવ તેમજ નિર્જીવ

    એવા દરેક હિતેચ્છુ ને મારા સાદર પ્રણામ

    જાંબુ

    (શૈલેષકુમાર મોતીલાલ પરમાર)

    અનુક્રમણિકા

    ૧. રાતો ડુંગર Error: Reference source not found

    ૨. આવેલી આફત Error: Reference source not found

    ૩. તાંત્રિક્ને અધીરાઇ આવી Error: Reference source not found

    ૪. શામલી ફૂલવાળી Error: Reference source not found

    ૫. પંડિતનું બલિદાન Error: Reference source not found

    ૬. શેઠને ત્યાં પુત્ર રત્ન Error: Reference source not found

    ૭. લક્ષ્મીનું અંતરમન Error: Reference source not found

    ૮. નિરવની મુલાકાત Error: Reference source not found

    ૯. નિરવની બગાવત Error: Reference source not found

    ૧૦. આતતાઈનો અંત Error: Reference source not found

    ૧૧. તાંત્રિક નીરવ Error: Reference source not found

    ૧૨. તાંત્રિકનો વિનાશ Error: Reference source not found

    ૧. રાતો ડુંગર

    સંજય અને નીરવ હતા તો બને મિત્રો પણ જાણે બે શરીર અને એક જીવ હોય તેમ રહેતા હતા. નિરવના માટે સંજયના મુખેથી નીકળેલ દરેક શબ્દો / દરેક વાક્યો ભગવાનની આજ્ઞા બરાબર હતા. સંજયનો બોલ નીરવ કદી ઉથાપે નહીં. આ જિગરજાન મિત્રોથી સહુ કોઈ ડરીને રહેતા હતા. તેમાએ લોકો ખાસ કરીને નિરવથી વધુ ડરતા કે ભૂલેચૂકે નિરવને ખબર પડી કે તેમણે સંજય ની વિરુદ્ધ માં કઈ પણ કહ્યું છે તો બસ આવી બન્યું. નીરવ તે વ્યક્તિને ખોખરો કરી નાખતો. સંજયની કોઈ મજાક પણ ઉડાવી શકતું નહીં એટલો ભય નિરવનો ફેલાયેલો હતો. આમ તો નીરવ ખૂબ જ શાંત રહેતો, તેને તેના પોતાના માન –અપમાનની પડેલી નહોતી, તે તેની મસ્તી માં જ રહેતો. નીરવ માટે એમ કહેવાતું કે જેનો કોઈ રવ ન થાય તે નીરવ. આવો કોઈ ને કોઈ પણ પ્રકારે નુકશાન ન પહોંચે તેનું ધ્યાન રાખવાવાળો નીરવ સંજયની વિરુદ્ધ કઈ પણ સાંભળવા મળે તો આગ ઓકતો દાવાનળ બની જતો. એમ પણ નિરવમાં ઠાકુર ખાનદાન નું ગરમ લોહી હતું. તે એક રાજવી કુળ નો વારસદાર હતો.

    જ્યારે બીજીબાજુ સંજય એક ધીર-ગંભીર યુવક હતો. દરેક વસ્તુને તે તેની પોતાની સમજના ત્રાજવામાં તોલતો પછી જ કોઈ નિર્ણય લેતો. તેનો વિષે કોઈ કઈ પણ બોલે તે હસવામાં કાઢી નાખતો, જરૂર પડે તો જ સારી ભાષામાં સજ્જડ જવાબ પણ આપી દેતો. વાતચીત માં તેને કોઈ ચિત કરી શકે તેમ નહોતું. અને તે કોઇની પણ સાથે અકારણ લડાઈ ઝઘડો કરતો ન હતો. આવા સંજયની એક કમજોરી હતી, તેની માનેલી બહેન લક્ષ્મી. સંજય લક્ષ્મીને ખૂબ જ પ્રેમ કરતો. લક્ષ્મીની દરેક ઈચ્છા પૂરી કરવા તે ગમે તે હદ સુધી જવા તૈયાર રહેતો. તેને પોતાને ગમતું હોય કે ન ગમતું હોય પણ લક્ષ્મી ની ઈચ્છા પૂરી કરવા સંજય હંમેશા તૈયાર રહેતો.

    અને લક્ષ્મી, એ તો સ્વર્ગલોકમાથી ભૂલોક માં ભૂલી પડેલી અપ્સરા હતી, હંમેશા ઊછળતી

    Enjoying the preview?
    Page 1 of 1